‘મી-ટુ’ : કાનૂની માર્ગે સાચો ન્યાય તોળાય એ તંદુરસ્ત સમાજની નિશાની છે

0
54

પુરુષો ફફડી ઊઠ્યા છે, અંદરથી હચમચી ઊઠ્યા છે. કેટલાકને ભૂતકાળમાં પોતે કરેલી હરકતોની યાદ આવી ગઇ છે ને પેલી  રાતોરાત સોશ્યલ મીડિયા પર ‘મીટુ’ કરીને આખી વારતા ન દુનિયાને જણાવી દે એની મનોમન પ્રાર્થના કરે છે. ખરેખર પુરુષ વર્ગમાં આટલી મોટી હલચલ કદાચ અગાઉ ક્્યારેય મચી નહીં હોય. ‘મી-ટુ’ મૂવમેન્ટ’ જંગલની આગની જેમ પ્રસરી રહી છે. દર કલાકે કોઇને કોઇ મહિલા અચાનક સોશ્યલ મીડિયા પર પ્રગટ થાય છે અને પોતાની સાથે થયેલી છેડછાડ, જબરજસ્તી, જાતીય સતામણી, બળાત્કાર, ગંદા મેસેજીસની વાતો વહેતી મૂકે છે. વાત ગંભીર છે એમાં કોઇ શંકાને સ્થાન નથી. પત્રકારત્વ, ફિલ્મો-ટેલિવિઝન જેવી ઝાકઝમાળથી ભરપૂર ઇન્ડસ્ટ્રી અને ઓફીસો વગેરેમાં કામ મહિલાઓએ રીતસર જેહાદ છેડી છે.
સત્તા સ્થાને બઠેલા કેટલાક બોસ લોકો, કલાકારો-દિગ્દર્શકો, નિર્માતાઓ, સાથી કલાકારો સાથે કામ કરતી કે હાથ નીચે કામ કરતી મહિલાઓની સાથે બેહૂદુ વર્તન કરે, છેડતી કરે, અશ્ર્‌લીલ ભાષામાં વાત કરે કે મેસેજ મોકલે, અડધી રાતે અભિનેત્રીની હોટલના રૂમના દરવાજા ખખડાવે…આવી તો કેટકેટલી હૈયાવરાળ મહિલાઓ હવે કાઢી રહી છે. હવે મહિલાઓએ હિમ્મત કરી છે. અત્યાર સુધી ચૂપચાપ સહન કરનારી ીઓ હવે બિન્ધાસ્ત બની છે. પોતાની સાથે થયેલા ગેરવર્તાવ સામે અવાજ ઉઠાવી રહી છે.
‘મી-ટુ’ મૂવમેન્ટની આગની લપેટમાં નાના પાટેકર, બાબુજીના હુલામણા નામથી મશહૂર આલોકનાથ, નિર્માતા-દિગ્દર્શક સુભાષ ઘાઇ, સાજિદ ખાન, દિગ્દર્શક વિકાસ બહલ, પીયૂષ મિશ્રા, સુભાષ કપૂર -યાદી ઘણી લાંબી છે.
સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે કેટલીક મહિલા પત્રકારોએ એમ. જે. અકબર જેવા સીનિયર રાજકારણી અને મોદી સરકારના પ્રધાન સામે આક્ષેપોની આતશબાજી શરૂ કરી છે. મામલો ઘણો ગંભીર બન્યો છે. અને એટલે જ ‘મી-ટુ મૂવમેન્ટ’ની ઝડપ જાઇને સરકારે આની નોંધ લેવાની ફરજ પડી છે.
સરકાર ‘મી-ટુ મૂવમેન્ટ’ના મામલામાં સત્તાવાર નિવેદન બહાર પાડવું પડે એવું કદાચ પહેલીવાર બન્યું છે.
મહિલા અને બાળ વિકાસ ખાતાનાં પ્રધાન મેનકા ગાંધીએ વિસ્ફોટક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું છે કે ‘જાતીય સતામણીની ફરિયાદ કરનારી તમામ મહિલાઓને હું સાચી માનું છું. ‘મી-ટુ કૅમ્પેઇન ના તમામે તમામ પ્રશ્ર્‌નો-મુદ્દાઓની તપાસ માટે ટૂંક સમયમાં સરકાર ન્યાય અને કાનૂની બાબતોના સીનિયરોની એક સમિતિ રચશે. દરેક ફરિયાદ પાછળ હું એની વેદના જેઉં છું. હું એમના માનસિક આઘાતને સમજી શકું છું.’
સરકાર તરફની આ પહેલ અનિવાર્ય હતી.
મેનકા ગાંધીએ કાનૂની નિષ્ણાતોની સમિતિ રચવાની વાત કરીને ફરિયાદી અને આરોપોનો સામનો કરનાર-બન્ને પક્ષકારોને ન્યાય માટેની એકસરખી સિસ્ટમ ઊભી કરવાનો નિર્દેશ કર્યો છે. આરોપોનો ભોગ બનનારા અને શરમિંદગી અને નાલેશી-બદનક્ષીનો ભોગ બનેલા પુરુષોને પણ પોતાની બાજુ અદાલતમાં માંડવાની તક મળશે. ‘દૂધનું દૂધ ને પાણીનું પાણી’, અદાલતમાં સાબિત થઇ જશે. કોઇ પુરુષની ગંદી હરકતો સામે બંડ પોકારનારી મહિલાઓ, સ્વાભાવિક રીતે, બવાઇ હશે. તેઓ વરસોથી આ ‘બોજ’ સાથે જીવી હશે. માત્ર પોતાનું ‘નામ’ રોશન કરવા માટે જ તેમણે મોં ખોલવાનું તો નક્કી નહીં જ કર્યું હોય! એમના જખમો ઊંડા હશે જ અને તો જ ‘મી ટુ મૂવમેન્ટ’ના મેદાનમાં ઉતરે.
નેશનલ કમિશન ફોર વિમેનનું એવું નિરીક્ષણ છે કે જાતીય સતામણીનો ભોગ બનેલી ઘણી મહિલાઓ ‘સતામણી કરનારનું નામ – જાહેર કરવા અને સામે વાળાની નાલેશી’ કરવાથી આગળ વધીને વિધિવત રીતે ફરિયાદ નોંધાવતી નથી.
મહિલાઓની સલામતી અને ગરિમા-ગૌરવ માટે પ્રતિબદ્ધ આ કમિશનનું આ નિવેદન મહત્વનું છે. મહિલાઓએ પૂરતા પુરાવાઓ અને અડગ નિર્ધાર સાથે વિધિવત્ ફરિયાદ નોંધાવવી જાઇએ. અને એટલે જ કાનૂની હસ્તક્ષેપ વ્યક્તિગત ન્યાય માટે તો ખરો જ પરંતુ ‘મી-ટુ મૂવમેન્ટ’ની સફળતા માટે પણ અનિવાર્ય બન્યો છે.
અંતે તો આખોય મામલો અદાલતમાં જવાનો છે. કોર્ટને પુરાવાઓ ખપે છે. કોર્ટમાં ગુના વખતે નજરે જાનારા સાક્ષીઓ, અશ્ર્‌લીલ ભાષાના ટેક્સ્ટ મેસેજના સ્ક્રીન શોટ્‌સ, તસવીરો જેવા ઘણાં નક્કર પુરાવાઓ મહિલાઓનાં શો પુરવાર થશે અને ખરા ગુનેગારોને સજા અપાવી શકશે. ‘મી-ટુ મૂવમેન્ટ’માં મહિલાઓને કાનૂની મદદ કરવા માટે ઘણા સંનિષ્ઠ પુરુષ વકીલો અને ઘણા કિસ્સામાં મહિલા ધારાશાઓ નિઃશુલ્ક સેવા આપવા તૈયાર થઇ છે.
‘મી-ટુ મૂવમેન્ટ’થી સમાજમાં અને ખાસ કરીને પુરુષ વર્ગમાં જાગ્રતિ આવી છે. સત્તાની ખુરસી પર બેસીને પોતે કોઇ પણ સાથી-મહિલાને સહ કર્મચારી મહિલાને, પોતાના હાથ નીચે કામ કરતી મહિલાને શામ, દામ, દંડથી ‘વશ’ કરી શકશે એવું માનતા પુરુષો હવે ઠંડા પડશે. આ જરૂરી પણ છે. મેનકા ગાંધીએ બન્ને પક્ષકારોને કોર્ટમાં પોતપોતાની વાત પૂરવાર કરવાની સમાન તક આપી છે. કાનૂની માર્ગે સાચો ન્યાય તોળાય એ તંદુરસ્ત સમાજની નિશાની છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY