જમ્મુ કાશ્મીર સેન્ટ્રલ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટસે કર્યુ રાષ્ટ્રગીતનુ અપમાન

0
10
દિક્ષાંત સમારોહમાં રાષ્ટ્રગીત વાગ્યુ તો કેટલાક વિદ્યાર્થીઓ ઉભા પણ ના થયા

જમ્મુ કાશ્મીરની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં યોજાયેલા દિક્ષાંત સમારોહ દરમિયાન રાષ્ટ્રગીતના અપમાનનો મામલો સામે આવ્યો છે. યુનિવર્સિટીમાં 4 જુલાઈએ દિક્ષાંત સમારોહ યોજાયો હતો. જેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સંખ્યાબંધ વિદ્યાર્થી રાષ્ટ્રગીત વાગતુ હોય ત્યારે ઉભા થવાની જગ્યાએ બેસી રહ્યા હોવાનુ દેખાય છે. જોકે બાકીના સ્ટુડન્ટસ ઉભા રહેલા પણ નજરે પડે છે. જોકે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ લોકોને ટિપ્પણીઓ કરવાનો મોકો મળી ગયો છે. જોકે સેન્ટ્રલ યુનિવર્સિટીના રજિસ્ટ્રારનુ કહેવુ છે કે મેન હોલમાં જેટલા પણ વિદ્યાર્થીઓ હતા. તેઓ રાષ્ટ્રગીત વગાડાતુ હતા ત્યારે સન્માનમાં ઉભા થયા હતા. અમને ખબર નથી કે વીડિયો હોલના કયા ભાગનો છે. શક્ય છે કે તે બોગસ પણ હોય. અમારા ધ્યાનમાં તો રાષ્ટ્રગીતના અપમાનની કોઈ વાત આવી નથી. આ પહેલા જમ્મુ કાશ્મીરના રાજોરી સ્થિત બાબા ગુલામશાહ બાદશાહ યુનિવર્સિટીમાં પણ સ્ટુડન્ટસ દ્વારા રાષ્ટ્રગીતના અપમાનનો મામલો સામે આવ્યો હતો.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY