બિહારમાં મહાયુતિના કાર્યકરોના અસહકારથી પરાજય થયો : કાંગ્રેસ

0
6

પટના,તા.૫
કાંગ્રેસના નેતા અખિલેશપ્રસાદ સિંહે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ (રાજદ), કાંગ્રેસ, રાષ્ટ્રીય લોક સમતા પક્ષ, હિંદુસ્તાન અવામ મોરચા અને વિકાસશીલ ઇન્સાન પાર્ટીના નેતાઓએ એકબીજાની સાથે સહકાર સાધીને કામ કર્યું હતું, પરંતુ આ પક્ષોના પાયાના કાર્યકરોના અસહકારથી યુતિનો પરાજય થયો હતો.
બિહારમાં એનડીએએ લોકસભાની ૪૦ બેઠકમાંની ૩૯ બેઠક જીતીને પાંચ રાજકીય પક્ષની યુતિને મોટો આચકો આપ્યો હતો. બિહારમાંની કાંગ્રેસની પ્રચાર સમિતિના અધ્યક્ષ અખિલેશપ્રસાદ સિંહે જણાવ્યું હતું કે બિહારમાં મહાયુતિના ઘટક પક્ષોના કાર્યકરોનો પૂરતો સહકાર મળ્યો હોત તો અમારા માટે આટલું ખરાબ પરિણામ ન આવત.
તેમણે જણાવ્યું હતું કે બિહાર કાંગ્રેસે ચૂંટણી પરિણામ અંગે આત્મમંથન કરવાનું હજી બાકી છે. કાંગ્રેસના મોવડીમંડળની પરવાનગી બાદ જ પક્ષના નેતાઓના દીકરાઓને ચૂંટણી લડવાની ટિકિટ અપાઇ હતી. અગાઉ, કાંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ બિહારમાં પક્ષના પરાજય માટે પક્ષના ત્રણ નેતાઓએ પોતાના દીકરાઓને ચૂંટણી લડવા આપેલી ટિકિટ જવાબદાર ગણાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY