બેંગ્લુરુ,તા.૧૭
દેશભરમાં પેટ્રોલ અને ડિઝલના ભાવની બુમરાણ છે. દેશમાં સૌથી વધુ ભાવ મહારાષ્ટ્રમાં છે. ડોલર સામે રૂપિયો નબળો પડવાની અસર સામાન્ય પ્રજાના ખિસ્સાંને પડી રહી છે. દરરોજની જરૂરિયાત ગણાતા પેટ્રોલ અને ડીઝલ મોંઘવારી વધારી રહ્યાં છે. આ સ્થિતિ વચ્ચે આજે આ રાજ્યને પીએમ મોદીના જન્મદિવસે રાજ્યની પ્રજાને સૌથી મોટી ગિફટ આપી છે. કર્ણાટકમાં કુમારસ્વામીની સરકારે પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત વચ્ચે કર્ણાટકની જનતાને મોટી રાહત આપી છે.
કુમારસ્વામીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો છે. કુમારસ્વામીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ કે, પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતના કારણે રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. કર્ણાટક કોંગ્રેસે ભાવ ઘટાડાની બર્થડે ગિફ્ટ પીએમ મોદીને આપી છે. કર્ણાટકમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ દિનેશ રાવ ગુડુએ જણાવ્યુ કે, રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવ ઘટાડાની ભેટ પીએમ મોદીને આપવામાં આવી છે. મહત્વનુ છે કે, આ પહેલા આંધ્ર પ્રદેશની ચંદ્રબાબુ નાયડુની સરકારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરી રાજ્યની જનાતને રાહત આપી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



