ઠાર કરાયેલા ચાર આતંકી પાકિસ્તાની હોવાની આશંકા સેનાને મોટી સફળતા: ઉરીમાં ઘૂસણખોરી કરતાં ચાર આતંકી ઠાર

0
17

શ્રીનગર,તા.૧૯
જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા હાથ લાગી છે. ઉરી સેક્ટરમાં એલઓસી પાસે ઘૂસણખોરીન નિષ્ફળ બનાવતા સુરક્ષાદળોએ તોરના વિસ્તારમાં ચાર આતંકવાદીઓને ઠાર માર્યા છે. સુરક્ષા જવાનોને તોરના વિસ્તારના બોનિયારમાં એલઓસી પાસે હલચલ જણાઇ આવતા ઘૂસણખોરોને પડકાર્યા હતા. જે બાદ આતંકવાદીઓએ જવાનો પર અચાનક ફાયરિંગ શરૂ કરી દીધુ. જે બાદ જવાનોએ વળતી કાર્યવાહીમાં આતંકીઓને ઠાર માર્યા. આ ઘટના બાદ સુરક્ષા જવાનોએ આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.
ભારતીય સેનાએ ઉત્તર કાશ્મીરના ઉરી સેક્ટરમાં અંકુશ રેખા પર ઘૂસણખોરીની એક કોશિશને નિષ્ફળ બનાવતા ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. ગુરુવારે અંકુશ રેખા પર ઠાર થયેલા ચારેય આતંકવાદીઓ પાકિસ્તાની હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય સેના દ્વારા અથડામણ સ્થળ અને તેની આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ ચલાવાઈ રહ્યા છે.
ઉરી સેક્ટર હેઠળના બોનિયાર સબ-સેક્ટરમાં ટુરના ફોરવર્ડ પોસ્ટ નજીકના જંગલમાં સેનાની ફાઈવ ગ્રેનેડિયર્સના જવાનોએ ઘૂસણખોરી કરી રહેલા એક જૂથને ભારતીય વિસ્તારમાં જાયું હતું. ભારતીય સેનાના જવાનોએ આસપાસની તમામ ફોરવર્ડ પોસ્ટને સૂચિત કરીને ઘૂસણખોરોના જૂથને પડકાર્યું હતું. ત્યારે ઘૂસણખોરો દ્વારા અંધાધુંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘૂસણખોરો બે ટુકડીમાં વહેંચાઈ ગયા અને ફાયરિંગ કરીને ફરાર થવાની ફિરાકમાં હતા. ભારતીય સેનાના જવાનોએ ઘૂસણખોરોનો પીછો કરીને વળતી કાર્યવાહી કરી હતી.
આ અથડામણ સવારે આઠ વાગ્યે શરૂ થઈ અને તેના પહેલા બે કલાક સુધી બંને તરફથી ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. બાદના બે કલાક દરમિયાન આતંકવાદીઓ તરફથી ગોળીબારની તીવ્રતા ઓછી રહી હતી. બપોરે એક વાગ્યે આતંકવાદીઓ તરફથી ગોળીબાર બંધ થયો હતો. બાદમાં સેનાના જવાનોએ સાવચેતીપૂર્વક આગળ વધીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં તેમને ત્રણ આતંકવાદીઓના ગોળીઓથી ચારણી થયેલા મૃતદેહો અને તેમની પાસેથી હથિયારો મળી આવ્યા હતા. અથડામણના સ્થાન પરથી જવાનોને એલઓસી તરફ જઈ રહેલા લોહીના ધબ્બા પણ મળ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY