એર ક્વાલિટી ઈન્ડેક્સ ૨.૫ અને પીએમ ૧૦ ૨૮૦ પર પહોંચી રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સ્તરે : ૧૦ દિવસનું એલર્ટ જાહેર

0
6

ન્યુ દિલ્હી,તા.૩૦
રાજધાની દિલ્હીના હવામાનમાં ઝેરી હવાની ચાદર છવાતા દિલ્લીવાસીઓ માટે હવે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. હવામાનમાં ફેલાયેલી આ પ્રદુષિત અને ઝેરી હવાની ચાદર જીવલેણ બની શકે છે. જે અંતર્ગત કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ એટલે કે CPCB દ્વારા દિલ્હીમાં ૧૦ દિવસનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
આજે દિલ્હીની હવામાં પ્રદુષણના સામે આવેલા આંકડા પણ આશ્ચર્યજનક છે. એર ક્વોલીટી ઈન્ડેક્સમાં PM ૨.૫ ૨૮૮ અને PM ૧૦ ૨૮૦ પર પહોંચી છે. ઉત્તર દિલ્હીમાં જહાંગીરપુરી, પશ્ચિમ દિલ્લીમાં મુંડકા, દક્ષિણ દિલ્લીમાં દ્વારકા અને પૂર્વ દિલ્હીમાં આનંદ વિહારમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ હોવાનું સામે આવ્યું છે.
આ બંને આંકડા ગંભીર શ્રેણીમાં આવે છે. ત્યારે CPCBએ એલર્ટ પણ જાહેર કર્યું છે. લોકોને પહેલી નવેમ્બરથી ૧૦ નવેમ્બર સુધી ઘરની બહાર ઓછું નીકળવા અપીલ કરી છે.
એટલું જ નહીં પણ સાથો સાથ લોકોને સવારે વોકિંગ પર ન જવા પણ અપીલ કરી છે. CPCBએ જાહેર કરેલા એલર્ટ મુજબ, દિલ્હીમાં દિવાળી બાદ આ સ્થિતિ વધુ બગડી શકે છે. જે દિલ્હીવાસીઓને બીમાર કરી શકે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY