વર્લ્ડ કપ દરમિયાન પત્નીઓને સાથે રાખવાની મંજૂરી આપો : ટીમ ઈન્ડિયા

0
9

ન્યુ દિલ્હી,તા.૩૦
ઈંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવામાં હજી સાત મહિના બાકી છે. ટીમ ઈન્ડિયા પણ હવે વર્લ્ડ કપની તૈયારીમાં જાડાઈ ગઈ છે. આ મુદ્દે જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની મેનેજમેન્ટ સમિતિ સામે અમુક માંગણીઓ રાખી છે. તાજેતરમાં જ હૈદરાબાદમાં થયેલી સમીક્ષા બેઠકમાં સીઓએને કહેવામાં આવ્યું છે કે, વિશ્વકપ દરમિયાન ખેલાડીઓને તેમની પત્નીને સાથે રાખવાની મંજૂરી આપવામાં આવે. તે ઉપરાંત રોડ મુસાફરીની જગ્યાએ ટ્રેન દ્વારા પણ મુસાફરીને મંજૂરી આપવામાં આવે. તે ઉપરાંત નાશ્તામાં અન્ય ફળની સાથે કેળાની પણ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવે.
આ બેઠકમાં કેપ્ટન વિરાટ કોહલી, તે સિવાય વાઈસ કેપ્ટન અંજિકીય રહાણે, રોહિત શર્મા, કોચ રવિ શાસ્ત્રી અને સીઓએ એમએસકે પ્રસાદ પણ હાજર રહ્યા હતા. મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે, ટીમ તરફથી જ્યારે ફ્રૂટ્‌સમાં કેળાની માંગણી કરવામાં આવી ત્યારે સીઓએ ચોંકી ગયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ ટૂર દરમિયાન ભારતીય ટીમને તેમની પસંદગીના ફ્રૂટ્‌સ મળી શકિયા નહતા. જાકે ખેલાડીઓની માંગ પર સીઓએએ કહ્યું કે, બીસીસીઆઈના ખર્ચે કેળા ખરીદવા ટીમ મેનેજરને વાત કરવાની જરૂર હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY