પ્રદુષણ નિયંત્રણ માટે દેખરેખ કરવા માસ્ટર ટ્રેઈનર ભારત ભ્રમણ કરશે

0
106

૧૦૦થી વધુ પર્યાવરણ એન્જિનિયરોમાંથી પસંદગી પામેલા ૧૦ ઉમેદવારોને વાપીમાં તજજ્ઞાો ૬૦ દિવસ તાલિમ અપાશે

– ઔદ્યોગિક એકમોના ઈટીપી, સીઈટીપી તેમજ એસટીપીના સંચાલન-મરામતની જાળવણી અંગેની તાલિમ આપવા ૧૦ ટ્રેઈનરોની

પ્રદુષણના વધી રહેલા ચિંતાજનક સ્તરને કાબુમાં લેવા કેન્દ્ર સરકાર દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટના સંચાલન અને તેની મરામત અંગેની તાલિમ આપવા ૧૦ માસ્ટર ટ્રેઈનર તૈયાર કરવામાં આવશે. જુલાઈના પહેલા સપ્તાહથી વાપીમાં શરૃ થઈ રહેલા ૬૦ દિવસના ટ્રેઈનિંગ કોર્સ માટે સમગ્ર દેશમાંથી ૧૦૦થી વધુ પર્યાવરણ અને કેમિકલ એન્જિનિયરોમાંથી ૧૦ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેઓ તજજ્ઞાો પાસેથી તાલિમ લઈ દેશભરના ઔદ્યોગિક એકમોની મુલાકાત લઈ ત્યાં ચાલતા ટ્રીટમેન્ટ પ્લાન્ટ અંગે જરૃરી માર્ગદર્શન પુરૃં પાડશે.સમગ્ર દેશમાં પર્યાવરણીય પ્રદુષણના વધી રહેલા સ્તરના કારણે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. આથી પ્રદુષણમાં ઘટાડો કરવા માટે નવીનવી ટેકનોલોજી પણ વિકસાવવામાં આવી રહી છે. પરંતુ નવી ટેકનોલોજીનો સમજણપૂર્વકનો ઉપયોગ નહીં થતાં સમસ્યા જેમની તેમ જ રહે છે.

પ્રદુષણના યથાવત રહેલા પરિણામોને જોતાં કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય, સીપીસીબી, ગુજરાત ક્લીનર પ્રોડક્શન સેન્ટર તેમજ જીપીસીબી દ્વારા ગ્રીન સ્કીલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત સર્ટિફિકેટ ટ્રેનિંગ કોર્સ શરૃ કરવામાં આવ્યો છે. ૬૦ દિવસના કોર્સમાં એફ્લઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતના અનેક પાસાઓને આવરી લેવામાં આવ્યા છે.જેમાં તેનું સંચાલન તેમજ તેની મરામત, ક્લીનર પ્રોડક્શન, પ્રદુષિત પાણીનો નિકાલ, યુનિટ ઓપરેશન, હેલ્થ એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ, હવા પ્રદુષણ, નીતિનિયમોની જાણકારી સહિતના વિષયો પર તજજ્ઞાો દ્વારા માહિતી આપવામાં આવશે. કેન્દ્ર સરકારે આ કોર્સ માટે ભારતભરમાંથી અરજીઓ મંગાવી હતી.

જેમાં ૧૦૦થી વધુ પર્યાવરણ અને કેમિકલ એન્જિનિયરોમાંથી ૧૦ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેઓને તજજ્ઞાો તાલિમ આપ્યા બાદ માસ્ટર ટ્રેઈનરનો ખિતાબ આપવામાં આવશે. તાલિમ બાદ તેઓ ભારતભરમાં આવેલા ઔદ્યોગિક વસાહતોમાં જઈ ત્યાં કાર્યરત ઈટીપી, સીઈટીપી તેમજ એસટીપીના સંચાલન તથા મરામત અંગેની કામદારોને ટ્રેઈનિંગ આપશે.આ ૧૦ ઉમેદવારોને ટ્રેનિંગ આપવા માટે વાપી શહેરની પસંદગી કરવામાં આવી છે. વાપીમાં કાર્યરત સીઈટીપીના પરિણામોમાં ખાસ્સો સુધારો થયો હોવાથી જુલાઈ મહિનાના પહેલા સપ્તાહથી દેશભરમાંથી પસંદ પામેલા ઉમેદવારોને માસ્ટર ટ્રેઈનર બનાવવા માટે ૨૦ દિવસની થીયરી અને ૪૦ દિવસની  પ્રેક્ટિકલ ટ્રેનિંગ વાપીમાં આપવામાં આવશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY