મોબાઇલ બેકિંગ થકીના વ્યવહારના મૂલ્યમાં જોવા મળેલો ૩૦ ટકાનો વધારો

0
72
મોબાઇલ વોલેટ થકી થયેલા વ્યવહારોમાં ૧૬.૪૭%નો વધારો
– વિતેલા મે માસ દરમિયાન યુપીઆઇ ટ્રાન્ઝેક્શનમાં જોવા મળેલો વધારો
વિતેલા બે માસ દરમ્યાન મોબાઇલ વોલેટથી થયેલા વ્યવહારોમાં અગાઉના માસની તુલનાએ મુલ્યની દ્રષ્ટિએ ૨૨ ટકા અને વોલ્યુમની દ્રષ્ટિએ ૧૬ ટકાનો વધારો નોંધાયો છે. રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા માસિક બુલેટીનમાં જણાવ્યા મુજબ વિતેલા બે માસ દરમ્યાન મૂલ્યની દ્રષ્ટિએ રૃ ૧૪૨.૩૯ અબજ અને વોલ્યુમની દ્રષ્ટિનીએ ૩૬૨.૦૨ મીલીયનના વ્યવહાર નોંધાયા હતા. જે તેની અગાઉના એટલે કે એપ્રિલ માસ દરમ્યાન મુલ્યની દ્રષ્ટિએ રૃા. ૧૧૬.૯૫ અબજ અને વોલ્યુમની દ્રષ્ટિએ ૨૭૯.૨૯ મીલીયન વ્યવહાર થયા હતા. આમ માસિક તુલનાએ તેમાં અનુક્રમે ૨૨ અને ૧૬ ટકાનો વધારો નોંધાયો હતો. વિવિઘ પ્રતિકૂળતાના કારણે વોલેટ ઇન્ડસ્ટ્રીમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી નતી. આ ઇન્ડસ્ટ્રીના વિકાસ આડે યુનાઇટેડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) અને કેવાયસીના નિયમોનો અમલ મુખ્ય છે. આ બે મુદ્દાના કારણે છેલ્લા કેટલાક માસ દરમ્યાન વોલેટ ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, નેશનલ પેમેન્ટ કોર્પોરેશનના ડેટા મુજબ મે માસ દરમિયાન યુપીઆઇ ટ્રાન્ઝેક્શનના વોલ્યુમમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે ત્યારબાદ ગત જૂન માસમાં તેમાં વધારો જોવા મળ્યો હતો. મોબાઇલ વોલેટની સરખામણીએ પીપીઆઇ (પ્રિપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ) કાર્ડસ તેમજ પેપર વાઉચરમાં જૂન માસ દરમિયાન વોલ્યુમ ૭ ટકા વધીને ૩૫૦.૭૪ મીલીયન અને મૂલ્યની દ્રષ્ટિએ ૧૬ ટકા વધીને રૃા. ૧૫૫.૨૧ અબજ રહ્યા હતા. જ્યારે ઇલેક્ટ્રોનિક્સ પેમેન્ટ સિસ્ટમમાં આ સમય મુલ્યની દ્રષ્ટિએ ૮ ટકાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વોલ્યુમ એપ્રિલની સરખામણીએ વધીને ૨૩૦૧૧૦ મીલીયન થવા પામ્યું હતું. વિતેલા મે માસ દરમ્યાન મોબાઇલ બેકિંગના મૂલ્યમાં ૩૦ ટકાનો વધારો થતા રૃા. ૧૭૫૭ અબજ પહોંચ્યું હતું. જ્યારે તેનું વોલ્યુમ ૬ ટકા વધીને ૨૬૬ મીલીયન રહ્યું હતું. મોબાઇલ વોલેટ ટ્રાન્ઝેક્શન પર નજર સમય વોલ્યુમ (મીલીયનમાં) ડિસે. ૨૦૧૭ ૨૮૮.૩૭ જાન્યુ. ૨૦૧૮ ૩૨૬.૩૦ ફેબુ્ર. ૨૦૧૮ ૩૧૦.૦૧ માર્ચ ૨૦૧૮ ૨૬૮.૭૯ એપ્રિલ ૨૦૧૮ ૨૭૯.૨૯ મે ૨૦૧૮ ૩૨૬.૦૦

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY