૧ ડિસેમ્બરથી એપોર્ટના ચાર્જમાં વધારો થશે,હવે પીએસએફ ફી પણ ચૂકવવી પડશે

0
12

ન્યુ દિલ્હી,તા.૨૧
હવે દિલ્હીથી ઉડાન ભરવી મોંઘી પડશે. ૧ ડિસેમ્બરથી એરપોર્ટના ચાર્જમાં વધારો થઇ રહ્યો છે. પ્રવાસીઓને હવે યુઝર ડેવલપમેન્ટ ફીની જગ્યાએ પેસેન્જર સર્વિસ ફી (પીએસએફ) ચૂકવવી પડશે.
આમ અગાઉ ડોમેસ્ટિક ફ્લાઇટ માટે રૂ.૧૦ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે રૂ. ૪૫ની ફી આપવી પડતી હતી. જા કે હવે આ ફી વધીને રૂ. ૭૭ થઇ જશે. ફોરેન કરન્સીમાં ટિકિટ ખરીદવા પર આ ચાર્જ ૧.૯૩ ડોલર થશે.
દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રા.લિમિટેડે આ ચાર્જ વધારવાની માગણી કરી હતી. પેસેન્જર ચાર્જ ઉપરાંત પ્રતિકિલોલિટરના હિસાબે રૂ. ૫૦૦નો આગામી મહિનાથી ફ્યુઅલ ચાર્જ પણ લગાવવામાં આવશે.
એરક્રાફ્ટ લેન્ડિંગ ચાર્જમાં પણ પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ માટે સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. રાત્રે ૧૧થી ૧૨ વાગ્યે અને અને બપોરે ૧થી ૪ વચ્ચે થનારા લેન્ડિંગમાં આ વધારેલા ચાર્જ અમલી બનશે. તેના કારણે પ્રવાસી ભાડામાં ૩થી ૭ ટકાનો વધારો થઇ શકે છે એવું અધિકારીઓએ જણાવ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY