દહેરાદૂન,તા.૨૧
ઉત્તરાખંડના નગર નિગમોની ચૂંટણીમાં ભાજપે શાનદાર દેખાવ કર્યો છે. ભાજપે ૭માંથી ૫ નગર નિગમોમાં મેયર પદની જીત મેળવી છે જ્યારે કોંગ્રેસે એકમાં સફળતા મેળવી છે. નગર પંચાયતોના અધ્યક્ષ પદો પર પણ ભાજપે જારદાર દેખાવ કરતા ૧૮ નગરોમાં સફળતા મેળવી છે, તો કોંગ્રેસને માત્ર ૭ અને અપક્ષોને ૧૨ જગ્યાએ સફળતા મળી છે. જા કે નગરપાલિકાઓમાં કોંગ્રેસે સારો દેખાવ કર્યો છે. કોંગ્રેસ ૧૪ પાલિકાઓમાં અધ્યક્ષની ખુરશી મેળવવા સફળ રહી છે. ભાજપને ૧૩ અને અપક્ષ ઉમેદવારોને ૧૧ નગરપાલિકાઓમાં સફળતા મળી છે.
નગરપાલિકા (મ્યુનિસિપલ કોર્પોરેશન) અને નગર પંચાયતના અધ્યક્ષ પદ પર ભાજપે જારદાર દેખાવ કરતા સૌથી વધુ એકમોમાં સફળતા મેળવી છે. જ્યારે વોર્ડ સદસ્યોના પદ પર અપક્ષ ઉમેદવારોએ ભાજપ અને કોંગ્રેસને પરાજ્યનો સ્વાદ ચખાડયો છે. અત્યાર સુધી જાહેર સભાસદોના પરિણામોમાં બન્ને પક્ષો મળીને પણ અપક્ષોની બરાબર થઈ શકયા નથી. અત્યાર સુધી જાહેર ૬૭ પરિણામોમાંથી ભાજપ ૨૭ શહેરી એકમોમાં અધ્યક્ષ બનાવવા સફળ રÌš છે. અપક્ષોએ બાજી મારી છે. જ્યારે કોંગ્રેસને ૧૯ એકમોમાં અધ્યક્ષ પદ પર સફળતા મળી છે.
ઉત્તરાખંડની સ્થાનિક ચૂંટણીઓમાં મેયર અને અધ્યક્ષ પદની ૮૪ બેઠકો પર મોડી રાત્રી સુધી જારી મત ગણતરી બાદ ૮૩ બેઠકોના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ૩૪ બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં ૨૫ બેઠકો આવી છે. ૨૩ ઉપર વિજય મેળવી અપક્ષોએ સૌને ચોંકાવ્યા છે. બસપાએ એક બેઠક પર કબ્જા કર્યો છે પરંતુ આપ, સપા અને પ્રાદેશિક પક્ષ ઉક્રાંદના સુપડા સાફ થઈ ગયા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







