શું ‘રાફેલ’ને કારણે મનોહર પર્રિકરને પદ પરથી દૂર કરવાની હિંમત નથી કરતા..??

0
12

પર્યટન રાજ્ય ગોવામાં રાજકીય ક્ષેત્રે બઘડાટી ચાલી રહી છે. કારણ મુખ્યમંત્રી મનોહર પર્રિકરની લાંબી બિમારી અને પોતે ગંભીર બીમાર છતાં પણ બે બીમાર મંત્રીઓની છુટ્ટી અને વિપક્ષ કોંગ્રેસ દ્વારા આરોપ કે મુખ્યમંત્રી મનોહર જ્યારે રક્ષામંત્રી હતા ત્યારે વિવાદી રાફેલ વિમાનનો સોદો થયો હતો અને તેઓ સોદા અંગે જાણે છે. એટલા માટે ભાજપા અને કેન્દ્ર સરકાર મનોહર છેલ્લા ૭(સાત) મહિનાથી હોસ્પિટલમાં દાખલ હોવા છતાં તેમને પદ પરથી દૂર કરવા હિંમત નથી બતાવતા. બની શકે છે કે કોંગ્રેસનો આરોપ ખોટો હોય. પરંતુ આ વાતથી ભાજપા યા કેન્દ્ર સરકાર ઇનકાર નથી કરતી કે મનોહર પર્રિકર જ્યારે કેન્દ્રમાં રક્ષામંત્રી હતા ત્યારે રાફેલ વિમાનનો સોદો ફ્રાંસની કંપનીથી થયો હતો. ત્યારબાદ તેમને ગોવાની ચુંટણીઓ પછી સરકાર બનાવવા માટે તાબડતોબ દિલ્હીથી ગોવા મોકલી દીધા હતા. જાકે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તો એવો દાવો કર્યો હતો કે જ્યારે વડાપ્રધાન ‘રાફેલ’ વિમાનની ડીલ કરી રહ્યા હતા ત્યારે મનોહર પર્રિકર ગોવામાં માછલી ખરીદી રહ્યા હતા.
રાજકીય ક્ષેત્રે આરોપ-પ્રતિઆરોપ તો લાગતા જ રહે છે. પણ જ્યાં સુધી નાનેરૂ રાજ્ય ગોવાની સત્તાનો છે તો બીમાર સી.એમ.ને કારણે અને તે પણ છેલ્લા સાત મહિનાથી વિદેશમાં-દેશમાં જુદી-જુદી હોસ્પિટલોમાં ઈલાજ કરાવી રહ્યા છે. ભગવાન કરે તે જલ્દી સારા થઇ જાય પણ ખુદ બીમાર છે. તે બીજા બે બીમાર મંત્રીઓને મંત્રીમંડળમાંથી કાઢે તો સવાલ તો થશે જ કે આવું કેમ..?? જે મંત્રીઓને કાઢ્યા તેઓ પણ આ સવાલનો જવાબ માંગી શકે છે. પરંતુ જવાબ મળવાની આશા ઓછી છે. જે મુખ્યમંત્રી દિવસોના દિવસો હોસ્પીટલમાં હોય તે સરકાર કેવી ચલાવશે..?? પ્રશાસને દરેક મહત્વભરી બાબતોમાં તેમની સહમતી યા સહી કરવાની જરૂર રહે છે. તેમની બિમારી ગંભીર છે જેનો ઈલાજ વિદેશમાં કરાવીને આવ્યા બાદ ફરી બીમાર થઇ ગયા અને હાલના સમયે તેઓ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ છે.
ગુજરાતનાં તત્કાલીન સી.એમ. આનંદીબેન પટેલને ઉંમરને કારણે એટલેકે ૭૦ વર્ષથી વધુ ઉંમરના નેતાઓને નિવૃત્ત થવાનું યા તો કરવાનો નિયમ ભાજપાએ બનાવ્યો હતો અને તેના કારણે તેમણે સી.એમ. પદથી રાજીનામું આપ્યું હતું. મનોહર પર્રિકરનો મામલો ઉંમર નહિ પરંતુ ગંભીર બિમારીનો છે. તેમને પદ પરથી દૂર કરી કોઈ બીજા નેતાને સરકાર ચલાવવાની કમાન આપવી જાઈએ. તામિલનાડુમાં તો જયલલિતાને જેલની સજા થઇ ત્યારે તેમનો ફોટો સી.એમ.ની ખુરશી પર રાખી તેમના મંત્રીઓ સરકાર ચલાવતા હતા. જા કે તે વ્યક્તિ પુજા જ હતી અને લોકશાહીમાં આવી ભÂક્ત ચાલી ન શકે. મનોહર પર્રિકરને યા તેમના પરિવારને પક્ષ એવું કહીને પદ પરથી દૂર કરી શકે છે કે જ્યારે તેઓ સારા થઇ જાય તો ફરીથી સી.એમ. બનાવી દેવામાં આવશે. જેથી કોઈ બીજાને સી.એમ. બનાવી શકાય. સી.એમ. વિના રાજ્ય ક્્યાં સુધી ચાલશે..?? અગર ચાલી શકે તો ચલાવો પણ આટલું બધું થવા છતાં જા મનોહર પર્રિકરને પદ પર યથાવત રખાશે તો સવાલો તો થશે જ અને તેમાં રાફેલ વિમાનવાળો સવાલ પણ ઉપડી શકે છે. બીમાર મંત્રીની છુટ્ટી પણ બીમાર સી.એમ.ની છુટ્ટી..?? ના..રે…ના..બાબા…

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY