ન્યુ દિલ્હી,તા.૨૫
દેશની રાજધાની દિલ્હીમાં વાંદરાઓનો ઉત્પાત વધી રહ્યો છે. હવે તો સાંસદો પણ તેનાથી પરેશાન છે. એટલે સુધી કે ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ તો આ સમસ્યાનો ઉપાય શું છે તેની પણ જાણકારી માંગી છે.
રાજ્યસભામાં ઝીરો અવર દરમિયાન સાંસદ કુમાર કશ્યપે વાંદરાઓના ત્રાસનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના પર વૈકયા નાયડુએ કહ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ ભવનમાં પણ વાંદરાઓનો ખતરો છે. કોઈ સમાધાન હોય તો બતાવો.
સાંસદે રજૂઆત કરી હતી કે એક સાંસદને તો એક સમિતિની બેઠકમાં જવામાં એટલે મોડુ થયુ હતું કે વાંદરાઓએ તેમના પર હુમલો કરી દીધો હતો. વાંદરાઓ સુકવેલા કપડા પણ લઈ જાય છે અને બગીચાઓમાં પ્લાન્ટસ પણ બરબાદ કરી નાંખે છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



