ન્યુ દિલ્હી,તા.૨૫
ભારતને અમેરિકાના પ્રતિબંધાત્મક કાયદા ‘કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રૂ સેંકશન્સ એક્ટ’ (કાત્સા)માંથી છૂટ મળવાની તૈયારી પૂરી થઇ ગઇ છે. ત્યારબાદ ભારત રૂસની સાથે પોતાના ૩૯૦૦૦ કરોડ રૂપિયાના પાંચ એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઇલ સિસ્મટ ડીલ પર મ્હોર લગાવી શકશે. અમેરિકન પ્રતિબંધ બાદ આ ડીલ પર સંકટના વાદળો મંડરાયેલા રહ્યા હતા. આપને જણાવી દઇએ કે અમેરિકા થોડાંક દિવસ પહેલાં કહ્યું હતું કે કાત્સાની અંતર્ગત આવનાર સંભવિત પ્રતિબંધની કાર્યવાહીને ટાળવી અને ભારત સહિત મિત્ર દેશોને આ સંબંધમાં મદદ કરવા માટે કામ કરી રહ્યાં છે.
અમેરિકન સંસદ અને હાઉસ આર્મ્ડ સર્વિસીસ કમિટીએ સોમવારના રોજ વોશિંગ્ટનમાં રાષ્ટ્રીય રક્ષા પ્રાધિકરણ અધિનિયમ-૨૦૧૯ના જાઇન્ટ કોન્ફરન્સ રિપોર્ટમાં કાત્સાની કલમ ૨૩૧માં એક સંશોધન કર છૂટ પ્રદાન કરી છે. તેની સાથે જ કાત્સાની અંતર્ગત પ્રતિબંધના કાયદાથી ભારત સહિત ઇન્ડોનેશિયા અને વિયેતનામને પણ છૂટ મળશે. રૂસથી હથિયાર અને ઇરાનથી તેલ ખરીદનાર દેશો પર આ પ્રતિબંધ મૂકયો હતો. જા કે હજુ ટ્રમ્પ પ્રશાસનની તરફથી તેના પર અંતિમ મ્હોર લાગવાની બાકી છે.
આપને જણાવી દઇએ કે થોડાંક દિવસ પહેલાં રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે અમેરિકન કાત્સા દબાણ છતાંય રૂસની સાથે એસ-૪૦૦ ડીલ પર આગળની વાત કહી હતી. રક્ષા મંત્રીએ કહ્યું હતું કે આ યુએસ લા છે, નહીં કે યુએન લા.
ગઇ ૨૧મી જુલાઇના રોજ અમેરિકન વિદેશ વિભાગના પ્રવકતાએ કહ્યું હતું કે અમે ભારત સરકારની સાથે કાત્સા પર ચર્ચા કરી છે. અમેરિકન સંભવિત પ્રતિબંધાત્મક ગતિવિધિને ટાળવા અને તેની ઓળખમાં ભારત સહિત પોતાના ભાગીદારીની મદદ માટે તેમની સાથે કામ કરી રહ્યાં છીએ.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





