રજનિકાંતની ફિલ્મ અટવાતા એમી જેક્સન પણ નિરાશ થઇ

0
21

મુંબઇ,તા. ૧૦
હોટ અને સેક્સી સ્ટાર તરીકે ચર્ચામાં રહેલી અભિનેત્રી જેમી જેક્સન રજનિકાંત અને અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર ધરાવતી ફિલ્મ ટુની રજૂઆત કેટલાક કારણોસર અટવાઇ પડતા નિરાશ દેખાઇ રહી છે. આ ફિલ્મ ૪૫૦ કરોડ રૂપિયાના જંગી જંગ સાથે તૈયાર કરવામાં આવી રહી છે. તે હિન્દી જ નહીં બલ્કે અન્ય ભાષાની ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. બોલિવુડમાં વધુને વધુ ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે પરંતુ તેને ભાષાની તકલીફ હજુ નડી રહી છે. આ તકલીફને દુર કરવા માટે તે તમામ પ્રયાસો પણ કરી હાલ કરતા વધારે થઇ શકે છે. એમી જેક્સને છેલ્લે અક્ષય કુમારની સાથે સિંહ ઇઝ બ્લિંગ ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સરેરાશ જ સફળતા મેળવી શકી હતી. એમી જેક્સનને બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે ગણવામાં આવે છે. સ્ટાર એમી જેક્સન સાવધાનીપૂર્વક ફિલ્મો હાલમાં સ્વીકારી રહી છે. ૪૫૦ કરોડના જંગી ખર્ચથી રજનિકાતની ટુ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. જે હજુ સુધી બનેલી સૌથી મોંઘી ફિલ્મ હોવાનુ જાણવા મળી રહ્યુ છે. રજનિકાંત સાથે તમામ કલાકારો કામ કરવા માટે ઉત્સુક રહે છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY