રાજપીપળા એસ ટી ડેપો માં વારંવાર બદલાતા મેનેજર ના કારણે કથળતો વહીવટ મુસાફરો અને સ્ટાફ માટે હેડેક સમાન ..

0
13

નર્મદા જિલ્લા નું વડું રાજપીપળા ડેપો કરોડો ના ખર્ચે રૅનોવેસન થવા છતાં સ્ટાફ અને મુસાફરો ની તકલીફ માં કોઈજ ઘટાડો નથી થયો.

અનિયમિત જતી આવતી રાજપીપળા નાસિક જેવા રૂટ ની અમુક બસો થકી ડેપો ની આવક અડધા કરતા ઓછી થવા છતાં કેપ્ટાન વગર ની ટિમ સામે કોઈ જોનાર નથી.

રાજપીપળા: રાજપીપળા ડેપો એ નર્મદા જિલ્લા નું વડું ડેપો હોવા છતાં આ ડેપો માં દિવસે દિવસે વહીવટ કથળતો જતા મુસાફરો અને સ્ટાફ ની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વારંવાર ડેપો મેનેજરો ની બદલી ના કારણે કોઈ નક્કર પગલાં ન લેવાતા હાલ રાજપીપળા થી નાસિક જતી બસ છેલ્લા પંદર દિવસ થી અનિયમિત ચાલતા આ બસ થકી આવતી રોજિંદી 22 થી 25 હજાર રૂપિયા ની આવક અડધા કરતા ઓછી થઈ હોવાનું સૂત્રો પાસે જાણવા મળ્યું છે ત્યારે આવા તો કેટલાય અનિયમિત રૂટો ના કારણે એસ ટી ખોટ માં ચાલતી હોવાના કારણે ખાનગી બસો ના સહારે મુસાફરો મુસાફરી કરે છે.

રાજપીપળા થી નાસિક જતી આવતી બસ ઘણા સમય થી ભંગાર અને જોખમી હાલત માં ફરતી હતી ત્યારે થોડા સમય પેહલા નવી બસ આપ્યા બાદ હાલ આ નવી બસ જૂનાગઢ ના રૂટ પર આપી દેવતા ફરી એજ ભંગાર બસ નાસિક રૂટ પર મુકતા રોજ સવારે 7-10 વાગે રાજપીપળા આવતી આ નાસિક બસ છેલ્લા પંદર દિવસ થી બપોરે 12 કે 1 વાગ્યા જેવી પાંચ પાંચ કલાક મોડી આવતા રોજિંદી એની 22 થી 24 હજાર રૂપિયા ની આવક પણ હાલ અડધી થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે ટીમના કેપટન એવા ડેપો મેનેજર ને લાંબો સમય અહીંયા સ્થિર રખાય અને ડેપો ની સમસ્યા દૂર કરાય એ જરૂરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY