નર્મદા જિલ્લા માં હોળી ટાણે નીકળતા ગેરિયા ની પ્રથા હજુ યથાવત,પણ પેહલા કરતા પ્રમાણ ઓછું 

0
423

રાજપીપલા :આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લા માં પરંપરાગત રીતે હોળી ધુળેટી માં નીકળતા ગેરિયા ની પ્રથા હજુ યથાવત જોવા મળે છે પરંતુ દર વર્ષે તેના પ્રમાણ માં ઘટાડો જોવા મળતો હોય છે કેમ કે હાલ ઈન્ટરનેટ મોબાઇલ ના ઝડપી યુગ માં વિજ્ઞાન પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે છે ત્યારે કેટલીક અંધશ્રદ્ધા કે ધાર્મિક રીતરિવાજો પણ ઘણા ખરા અંશે ઓછા જોવા મળતા હોય છે પરંતુ નર્મદા જિલ્લા ના અંતરિયાળ ગામોમાં રેહતા આદિવાસી લોકો માં અમુક પ્રથા હજુ અકબંધ છે જેમાં ગેર પ્રથા પણ જોવા મળે છે ત્યારે દુરદુર ના ગામો માંથી આવતા પુરુસો મહિલા નો વેશ

ધારણ કરી રાજપીપલા જેવા શહેરો માં હાથે પગે ઘૂઘરા અને આંખે કાલા ચશ્મા પેહરી નાચ ગાન કરી લોકોનું મનોરંજન કરતા જોવા મળતા હોય છે,એક મંડળી માં ઢોલ નગારાં લઈ ફરતા આ ગેરિયા ને જોવા બાળકોમાં ખુબ ઉત્સાહ અને મનોરંજન હોય છે જેમાં ખાશ પુરુષ મહિલા ના વેશ માં હાથ માં છત્રી સાથે નાચતા હોય એ આ મંડળી ની ખાશ વિશેષતા  હોય છે .

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY