તિલકવાડા ના વોરા ગામ પાસે પુરપાટ જતી કાર સામે દીપડો આવી જતા ઝાડ સાથે અથડાયેલી કાર માં આગ ભભૂકી ઉઠી

કારનો ચાલાક કાર લઈ વડોદરા થી પલસાણા પોતાના મોસાળ માં જતા બનેલી આ ઘટના માં ચાલાક નો આબાદ બચાવ ,કાર ભસ્મીભૂત
રાજપીપળા : વડોદરા શહેર ના જામ્બુવા જકાત નાકા પાસે ના આદિત્યપાર્ક માં રહેતા સુરેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ ચૌહાણ બુધવારે વહેલી સવારે વડોદરા થી એના શેઠ મહેન્દ્રસિંહ શર્મા ની કર નં.જી જે 6 એફ ક્યુ 5077 લઈ વડોદરા થી તેના મોસાળ પલસાણા જતા હતા એ સમયે વહેલી સવારે નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકા માં આવેલા વોરા અને શાહપુર ગામ પાસે થી કાર લઈ જતા માર્ગમાં અચાનક એક દીપડો આવી જતા એને બચાવવા જતા ચાલાક સુરેન્દ્રસિંહ એ અચાનક બ્રેક મારતા તેનો સ્ટિયરિંગ પર નો કાબુ ગુમાવી દેતા નજીક ના એક ઝાડ સાથે કાર ધડાકાભેર અથડાતા કારમા અચાનક ધુમાડા સાથે આગ લાગતા ઘભરાયેલો ચાલાક ફટાફટ કાર માંથી બહાર આવતાજ આંખે આખી કાર આગ માં બળી ને ખાખ થઈ ગઈ હતી આ બાબતે ચાલકે તિલકવાડા પો.સ્ટે.માં જાણવાજોગ ખબર આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





