વડોદરા,
તા.૩/૫/૨૦૧૮
રૂ. ૪૮ હજાર રોકડા, દોઢ તોલા સોનાની લૂંટ કરી
જ્યારે પ્રજાના રક્ષક જ જા પ્રજાની પર લૂંટ ચલાવે ત્યારે તેની ફરિયાદ પણ કોણે કરવી અને તેના માટે કોને જાણ કરવી તે પ્રશ્ન બની રહે છે. તેવી જ ઘટના હાલમાં વડોદરાના વાઘોડિયામાં બની છે. જેમાં પોલીસે જ સામાન્ય નાગરિકના ઘરમાં લૂંટ ચલાવી હોવાની વાત સામે આવી રહી છે.
આ અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઘટના વડોદરાના વાઘોડિયાના અંબિકા કુંજ સોસાયટીની છે. જેમાં પોલીસકર્મીઓ પર લૂંટ ચલાવ્યાની ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ કરનાર પોલીસ મુકેશ મિશ્રાએ જણાવ્યું કે, પોલીસ તપાસ કરવાના નામે ઘરમાં પ્રવેશી હતી અને તેમના દ્વારા લૂંટ કરવામાં આવી છે.
ઘટનામાં મકાન માલિક મુકેશ મિશ્રાએ ફરિયાદમાં કહ્યું છે કે, જે શાખાના પોલીસકર્મીઓએ તેમના ઘરમાં પ્રવેશ મેળવ્યો હતો અને તેમાં લૂંટ ચલાવી હતી. જેમાં ઘરમાંથી રૂ. ૪૮ હજાર રોકડા, દોઢ તોલા સોનાની લૂંટ કરી છે. આ ઘટના અંગે પોલીસે તપાસના નામે ઘરમાં લૂંટ ચલાવ્યાનો હોવાની વાત તેમને ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમના ઘરના cctv ફૂટેજ પણ રજુ કરવામાં આવ્યા છે અને તેમાં પોલીસકર્મીઓ કેદ થયા છે.
આ ઉપરાંત મુકેશ તરફથી એવું કહેવામાં આવી રહ્યું છેકે, તેને ફસાવવાની ધમકી આપ્યાનો આરોપ આવ્યો છે. તેને પોલીસ માંથી ફરિયાદ દાખલ ન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ ઘટના પછી બાપોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસકર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





