આરબીઆઈ રૂ.એકથી ત્રણ લાખ કરોડ રિઝર્વ સરકારને ટ્રાન્સફર કરી શકે

0
8

ન્યુ દિલ્હી,તા.૨૭
પ્રજા પરેશાન છે અને સરકારને જલસા છે. દેશની સર્વોચ્ચ બેન્ક – રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પાસે હાલ પર્યાપ્ત કરતાં વધુ અનામત નાણાકીય ભંડોળ છે. આ કારણે શક્્ય છે કે આગામી દિવસોમાં આરબીઆઈ વધારાની રૂ..એક થી ત્રણ લાખ કરોડની રિઝર્વ સરકારને ટ્રાન્સફર કરે.
આરબીઆઈની બોર્ડ મિનિટમાં આ બાબતે નિર્ણય લેવામાં આવશે તે પછી શક્ય છે કે ૧૮ ડિસેમ્બરે આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચ (બીઓએએમ એલ) નામની એક પ્રતિષ્ઠિત ઇન્વેસ્ટમેન્ટ બેંકે જણાવ્યુ છે કે, રિઝર્વ બેન્ક પાસે ઈકોનોમિક કેપિટલ ફ્રેમ વર્ક રૂ.૧થી ૩ લાખ કરોડ આંકવામાં આવે છે. જે જીડીપીના ૦.પથી ૧.૬ ટકા આસપાસ થાય છે.
આ રિપોર્ટ અનુસાર, આરબીઆઇ સરકારને રૂ.એક લાખ થી ત્રણ લાખ કરોડ ટ્રાન્સફર કરી શકે છે. જા આરબીઆઈ પાસે સરપ્લસ અથવા વધારાનું અનામત રિઝર્વ હોય તો તે સરકારને રિઝર્વ ટ્રાન્સફર કરી શકે છે.
આ અહેવાલ અનુસાર હાલમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રૂ.૧.૦પ લાખ કરોડ આકસ્મિક રિઝર્વ ટ્રાન્સફર કરી છે. જા કાયદાકીય દૃષ્ટિકોણથી જાઈએ તો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સરકારને ટ્રાન્સફર કરી શકે નહિં. આરબીઆઈ એક્ટની સેક્શન ૪૬ના અનુસાર દેશની આ સર્વોચ્ચ બેંકે રૂ.પાંચ કરોડની રિઝર્વ રાખવી ફરજિયાત છે. શું આરબીઆઇ તેની અસ્કયામતો વેંચીને તેના દ્વારા પ્રાપ્ત અનામત ભંડોળને સરકારને આપશે કે કેમ તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઇ શકી નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY