રિયલ એસ્ટેટ ક્ષેત્રની અડચણોને સુધારવા માટે મોદી સરકારે કમર કસી

0
16

ન્યુ દિલ્હી,તા.૧૯
કેન્દ્ર સરકારે પાતેના કાર્યકાળના અંતિમ વર્ષમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની અડચણોને સુધારવા માટે કમર કસી લીધી છે. આ મુદ્દે તે નાણામંત્રી પિયુષ ગોયલની એક મોટી બેઠક કરવા જઈ રહ્યા છે.
મામલા સાથે જાડાયેલા સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં ઘર ખરીદારોને સમય પર પઝેશન અપાવવા માટે અને આ ક્ષેત્રમાં આવી રહેલી તમામ મુશ્કેલી પર સરકાર ગંભીર ચર્ચા કરવા જઈ રહી છે. બેઠકની ગંભીરતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે ન માત્ર રિયલ એસ્ટેટ સેક્ટરના દિગ્ગજા ઉપરાંત સરકારી કંપની એનબીસીસી અને નેશનલ હાઉસિંગ બોર્ડના પ્રમુખો પણ આ બેઠકમાં સામેલ થવા માટે બોલાવાયા છે. બેઠકમાં રિયલ એસ્ટેટના કરજ સાથે જાડાયેલી મુશ્કેલીના ઉકેલ પર સરકારી બેન્કોના પ્રમુખોને પણ ચર્ચા માટે બોલાવાયા છે.
સૂત્રોનું કહેવું છે કે સરકાર બિલ્ડરોને સ્પષ્ટ મેસેજ આપવા માગે છે કે ઘર ખરીદારોને સમયસર કબજા મળે અને રેરા કાનૂન પ્રભાવી રીતે લાગુ થાય. બદલામાં સરકાર બિલ્ડરોની કરજ સાથે જાડાયેલી સમસ્યાઓને લઈને બેન્કોને રસ્તો ચકાસવા માટે કહી શકે છે. આ જ કારણ છે કે બેન્કો અને બિલ્ડરોને સરકાર એક પ્લેટફોર્મ પર રાખી રહી છે જેથી સમસ્યાનું સમાધાન જલ્દી આવે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY