મુંબઈ,તા.૩૦
યુ-ટ્યુબ પર નંબર વન પર રહેલી ‘ઠગ્સ આૅફ હિન્દોસ્તાન’ પહેલી એવી ફિલ્મ હશે, જેમાં આમિર ખાન અને અમિતાભ બચ્ચન સાથે કામ કરવાના છે. આમિર ખાન અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘ઠગ્સ આૅફ હિન્દોસ્તાન’નું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું. યુ-ટ્યુબ પર અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે. ટ્રેલર પહેલા નંબરે ટ્રેન્ડ કરી રહ્યું છે અને હંમેશા નવા અંદાજમાં રજૂ થનારા આમિરના કૅરેક્ટરને લોકો બિરદાવી રહ્યાં છે.
કહેવાય છે કે ફિલ્મ માટે આમિરે તેની માતાના સુરમાનો ઉપયોગ કર્યો છે. જોકે આ પહેલીવાર નથી જ્યારે આમિરે તેની માતા ઝીનત હુસૈનની મેકઅપ કીટનો ઉપયોગ કર્યો હોય અથવા તેની પ્રેરણા લીધી હોય. આ પહેલા પણ માતાની વસ્તુઓનો ઉપયોગ કરી ચૂક્યો છે અને આ વખતે ‘ઠગ્સ આૅફ હિન્દોસ્તાન’ના તેના પાત્રને વધારે પ્રભાવી બનાવવા માટે તેણે તેની માતાના સુરમાનો ઉપયોગ કરી તેના લૂક સાથે એક્સપરિમેન્ટ કર્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






