કેરળમાં હજી પૂરનો ખતરો ટળ્યો નથી ત્યાં રોગચાળાનો ભય

0
271

તિરુવનંતપુરમ્‌,તા.૧૯
કેરળમાં આવેલા વિનાશક પૂરની અસર આજે રવિવારે થોડી ઓછી થતી જણાઈ રહી છે. શુક્રવારે વરસાદ જાર થોડુ ધીમું થતા સ્થિતિમં સુધાર જણાઈ રહ્યો છે. પરંતુ હવે એક નવો ખતરો ઉભો થયો છે. રાહત કેમ્પોમાં રહી રહેલા લગભગ ૨૦ લાખ લોકો અલગ અલગ બિમારીઓનો ભોગ બનવાનો ખતરો પેદા થયો છે.
ગત ૮ ઓગષ્ટે ભારે વરસાદના કારણે રાજ્યમાં દાયકાનું સૌથી ભયાનક પૂર આવ્યું હતું. માત્ર ૧૦ જ દિવસમાં ૨૦૦થી પણ વધારે લોકોના મોત થયા છે. કેટલાકના ભૂસ્ખલન તો કેટલાકના પૂરમાં જીવ ગયા છે.
કેરળમાં પૂરમાં ઘર, છત સહિતના સ્થળો પર ફસાયેલા લોકોને બચાવવા માટે સેના, એનડીઆએફ સહિત તમામ સરકારી એજંસીઓ ભારે જાર લગાવી રહી છે. આ ઉપરાંત ફૂડ્‌સ પકેટ સહિત તમામ પ્રકારની રાહત પણ લોકો સુધી મોટા પ્રમાણમાં પહોંચાડવામાં આવી રહી છે. જાકે હવામાન વિભાગે આજે રવિવારે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે.
અધિકારીઓનું કહેવું છે કે, હાલ તેમની ટીમોનું ધ્યાન પમ્પા નદીના કિનારે વચેલા ચેનગન્નૂર ગામ પર છે, જ્યાં ૫૦૦૦ જેટલા લોકો ફસાયા છે. આવી જ રીતે આખા કેરળમાં ભારે પૂરનો માર સહન કઈ રહેલા લોકોને રાહત કેમ્પમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યાં હવે રોગચાળો ફાટી નિકળવાની શક્્યતા સેવાઈ રહી છે. કેરળ હેલ્થ ડિપાર્ટમેંટમાં ડિઝાસ્ટર મેનેજમેંટનું કામ જાનારા અનિલ વાસુદેવને કહ્યું છે કે, એવા ત્રણ લોકોને અલુવા સ્થિત એક રિલીફ કેંપમાંથી અલગ કરી દેવામાં આવ્યા છે, જેઓ ઓરીનો શિકાર બન્યા હતાં.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY