સુરત,તા.૨૨
સુરતના સલાબતપુરા વિસ્તારમાં શુક્રવારે ગણેશની પ્રતિમા ખંડિત થવા મામલે ફરી મામલો ગરમાયો છે. વિધર્મી યુવક દ્વારા પ્રતિમાને ખંડિત કરાઈ હતી. ખંડિત પ્રતિમાને લઈ ગણેશ ભક્તોમાં રોષ વ્યાપો છે. જેથી આજે પણ ટોળુ સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યું હતું. આશરે ૬૦૦ જેટલા લોકોના ટોળાએ પોલીસ મથકે હલ્લાબોલ કરીને પ્રતિમાને ખંડિત કરનારા સામે આકરી કાર્યવાહીની માંગણી કરી હતી.
તાપી નદીમાં પ્રતિમાઓનાં વિસર્જન પર પ્રતિબંધ છે. ત્યારે તંત્રએ ૨૨ કૃત્રિમ તળાવો બનાવ્યાં છે. તો ૫ થી ૭ દિવસના ગૌરી ગણેશ વિસર્જન દરમ્યાન વિસર્જન કરાયેલી ખંડિત મૂર્તિઓનો ઢગલો પણ જાવા મળી રહ્યો છે. જેને લઈ ધાર્મિક લાગણી પણ દુભાવા પામી છે. ગણેશ ઉત્સવ સમિતિના મહામંત્રી વિમલ ભટ્ટે જણાવ્યુ કે જે પણ ખંડિત મૂર્તિઓ છે તે પીઓપીની છે.
લોકોને જાણકારી હોવા છતાં તેઓએ માટીની નહીં પરંતુ પીઓપી મૂર્તિઓની સ્થાપના કરી હતી. આવી મૂર્તિઓ જલ્દી પીગળતી નથી અને ખંડિત થઈ જાય છે. આવી તમામ મૂર્તિઓનું દરિયામાં વિસર્જિન કરવાનો નિર્ણય લીધો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




