ન્યુ દિલ્હી,તા.૩૧
સુપ્રીમ કોર્ટના કોલેજિયમને બુધવારે હાઈકોર્ટના ચાર ચીફ જસ્ટિસના પદમાં વધારો કરીને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાની ભલામણ કરી હતી. તેમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હેમંત ગુપ્તા, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આર સુભાષ રેડ્ડી, પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એમ.આર. શાહ અને ત્રિપુરા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અજય રસ્તોગીનું નામ સામેલ છે.
કોલેજિયમના પ્રસ્તાવ પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં જજના ૩૧ પદ ખાલી છે. હાલ ૨૪ જજ કામ કરી રહ્યા છે અને ૭ પદ ખાલી છે.
સુપ્રીમ કોર્ટે ૨૨ ઓક્ટોબરે નીચલી કોર્ટમાં જજની ખાલી જગ્યા વિશે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે આ વિશે ૨૪ હાઈકોર્ટ અને અન્ય રાજ્યો પાસે જવાબ માંગ્યો છે. નીચલી કોર્ટમાં ૫,૦૦૦ કરતાં વધારે પદ ખાલી છે.
સંસદમાં ચર્ચા ટમા તૈયાર કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે- ભારતમાં જજ-વસ્તીનો રેશિયો૧૯.૪૬ પ્રતિ ૧૦ લાખનો છે. એટલે કે ૧૦ લાખની વસ્તી પર ૧૯ જજ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



