મુંબઈ,તા.૧૯
સુપર સ્ટાર સલમાન ખાને સિનિયર અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી અથિયાને પોતાની પાંખમાં લીધી હોવાની માહિતી મળી હતી.
અગાઉ સલમાને જેક્લીન ફરનાનન્ડિસ, ડેઝી શાહ અને સૂરજ પંચોલીને પણ આ રીતે પોતાની પાંખમાં લઇને ફિલ્મમાં તક આપી હતી. હાલ અથિયા બોલિવૂડમાં સ્થિર થવાના પ્રયાસો કરી રહી છે.
અથિયાને ત્રણેક વર્ષ પહેલાં સલમાને જ તક આપી હતી. એણે સૂરજ પંચોલીને તક આપવા ૧૯૮૦ના દાયકામાં હિટ નીવડેલી સુભાષ ઘાઇની ફિલ્મ હીરો ફરી બનાવી ત્યારે એમાં અથિયાને તક આપી હતી. જા કે હીરો નિષ્ફળ નીવડી હતી.
અથિયાની નિકટનાં સૂત્રોએ જણાવ્યા મુજબ ‘અથિયાએે જરાય ચિંતા કરવાની જરૃર નથી કારણ કે ભાઇએ (સલમાને ) એના પિતાને ખાતરી આપી છે કે હીરો ભલે ન ચાલી, હું અથિયાને બીજી ફિલ્મમાં તક આપીશ. આમ સલમાને સુનિલ શેટ્ટી અને આદિત્ય પંચોલીને ખાતરી આપી હતી કે તમારાં સંતાનોની જવાબદારી મારી. તમે ચિંતા ન કરતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



