મુંબઈ,તા.૧૯
અભિનેત્રી સારા અલી ખાને કહ્યું હતું કે મને ડર છે કે હું કરીનાને છોટી મમ્મી કહું તો એ નર્વસ બ્રેકડાઉનનો શિકાર ન બની જાય એટલે હું એને સંબોધન કરતાં ખંચકાતી હોઉં છું.
અભિનેતા ફિલ્મ સર્જક પિતા સૈફ અલી ખાન સાતે કાફી વીથ કરણમાં રજૂ થતાં સારાએ વિવિધ સવાલોના જવાબ આપ્યા હતા. પોતાના મહેમાનોને બોલતાં કરવાની અનેરી હથોટી કરણ જાહર પાસે છે.
એણે કરીના સાથેના સારાના સંબંધો વિશે પૂછતાં સારાએ કહ્યું કે મને કરીના સતત કહે છે કે તારે તો મમ્મી છે અને ખરેખર મહાન મમ્મી છે. મારા પિતાએ કદી મને કહ્યું નથી કે કરીના તારી બીજી મમ્મી છે. આટલું કહીને એણે હસતાં હસતાં ઉમેર્યું હતું કે મને તો ડર છે કે હું છોટી મમ્મી કહીશ તો કરીનાને કદાચ નર્વસ બ્રેકડાઉનનો એટેક આવી જશે.
સૈફ અલી ખાન અને અમૃતા સિંઘ વિશે બોલતાં એણે કહ્યું કે દરેક વ્યક્તિએ સામી વ્યક્તિની જરૃરિયાતને સમજવાની પણ તૈયારી રાખવી જાઇએ એમ હું માનું છું. મારાં માતાપિતા એકબીજાની સાથે હતાં એના કરતાં અત્યારે વધુ સુખી અને વધુ આનંદમાં હોય એવું મને સતત લાગે છે. એ લોકો ખુશ રહેતાં હોય તો મારે એમની ખુશીને આવકારવી જાઇએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





