યુગાન્ડા,તા.૧૯
નોર્થ યુગાન્ડામાં ફરી એક વખત તોફાનો ફાટી નિકળતા ત્યાં રહેતા ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને ચિંતાતુર બન્યા છે. ગુજરાતીઓની દુકાનો પર પત્થરમારો પણ કરાયો છે. તોફાનોના કારણે ૨૦૦ ગુજરાતી પરિવારોમાં ભયનો માહોલ ફેલાયો છે.
ઘટનાની વિગત એવી છે કે નોર્થ યુગાન્ડામાં ગુજરાતીથી એક અશ્વેત વ્યકિતનું અકસ્માતમાં મોત થયું હતું. આ ઘટનાના કારણે અશ્વેતો રોષે ભરાયા હતા અને ગુજરાતીઓની દુકાનો પર પત્થરમારો કર્યો હતો. આ ઘટના બાદ ત્યાં વસતા ૨૦૦ ગુજરાતી પરિવારોમાં ભયનો માહોલ બન્યો છે. ગુજરાતમાં રહેતા પરિવારો પણ ચિંતિત બન્યા છે.
આ ઘટના પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પણ થયું છે. જેમાં અનેક લોકોને ઈજા પહોંચી છે. ભારતીયોએ આ મામલે વિદેશમંત્રીને ટિવટ પણ કર્યું છે અને પરિસ્થિતિ તાળે પાડવા માટે મદદની અપીલ કરવામાં આવી છે.
યુગાન્ડામાં ઘણી વખત હિંસાની ઘટનાઓ બનતી હોય છે. આ પહેલા ઓગસ્ટમાં પણ યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં હિંસા ભડકી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





