મુંબઈ,તા.૧૨
બોલીવુડ અભિનેતા સલમાન ખાન એકવાર ફરી કાનૂની અડચણોમાં ફસાઇ ગયો છે. મુજફ્ફરપુરની CJM કોર્ટે સલમાન ખાન સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે. સલમાન ખાન પર હિંદૂઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
૬ સપ્ટેમ્બરે સ્થાનીય વકીલ સુધીર ઓઝાએ સલમાન ખાનનાં બેનર હેઠળ રીલીઝ થનારી ફિલ્મ ‘લવરાત્રિ’ને લઇને CJM કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. આ પિટિશનમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે સલમાન ખાનનાં પ્રોડક્શન હેઠળ બની રહેલી ફિલ્મનું નામ હિંદૂઓની ભાવનાને ઠેસ પહોંચાડે છે.
પોતાની ફરિયાદમાં સુધીર ઓઝાએ લખ્યું કે આ પ્રકારની ફિલ્મ બનાવીને તેમણે હિંદૂ સમાજને નીચો બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એ પણ ત્યારે જ્યારે હિંદૂઓનો તહેવાર નવરાત્રિ શરૂ થવાનો છે. પિટિશનમાં ફિલ્મમાં અશ્લીલતા ફેલાવવા અને ભાવનાઓને છેસ પહોંચાડવાનું કહેવામાં આવ્યું છે. હવે આ મામલે સુનાવણી કરતા મુજફ્ફરપુર CJM કોર્ટે સલમાન ખાન સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







