સ્વાસ્થ્ય વીમા કંપનીઓ પોતાની મનમાનીથી ક્લેઈમ રદ્દ કરી શકશે નહિ

0
4

ન્યુ દિલ્હી,તા.૧૬
સ્વાસ્થ્ય વીમા કંપનીઓ પોતાની મનમાનીથી હવે ક્લેઈમ રદ કરી શકશે નહી. વીમા નિયામક ઈરડા ગ્રાહકોના હિતોની રક્ષા માટે ક્લેઈમ કરવા સંબંધી નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે.
ભારતીય વીમા નિયામક વિકાસ ઓથોરિટી (ઈરડા)એ સ્વાસ્થ્ય વીમા અરજી સાથે જાડાયેલી ફરિયાદો માટે બનાવવામાં આવેલા સમૂહના રિપોર્ટના આધાર પર પાંચ મોટા ફેરફારની તૈયારી કરી લીધી છે. તેમાં સ્વાસ્થ્ય વીમા પોલિસીના એ નિયમોમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ પણ છે જેના હેઠળ કંપનીઓ પોલિસીધારકની અરજીને ફગાવી દે છે. વીમાધારકને પોલિસી લેતાં પહેલાં થયેલી કોઈ બીમારીને લઈને કંપનીઓ દ્વારા અરજી ફગાવવાની સૌથી વધુ ફરિયાદો ઈરડાને મળી રહી હતી.
મોટાભાગની કંપનીઓ પોલિસી પહેલાંની બીમારીઓને લઈને વેઈટિંગ પીરિયડ નક્કી કરે છે જેથી કોઈ સાથેની છેતરપિંડીને રોકી શકાય. પોલિસી પહેલાં વીમાધારકને થયેલી કોઈ બીમારી એટલે કે પ્રિ-એકિજસ્ટિષ્ગ એલમેન્ટસની પરિભાષા અત્યંત અસ્પષ્ટ હતી અને કંપનીઓ તેનો ફાયદો ઉઠાવીને બેફામ રીતે ક્લેઈમની અરજી ફગાવી રહી હતી. આવામાં ઈરડાએ ગ્રાહકોના હિતમાં નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
પોલિસી બજારમાં પ્રોડક્ટ એન્ડ ઈનોવેશન પ્રમુખ વૈધાનાથન રમાણીએ કહ્યું કે નવી ભલામણોથી સ્વાસ્થ્ય વીમા ક્ષેત્રમાં સ્પષ્ટતા વધશે. જા કે તેનાથી વીમા પ્રીમિયમ થોડું વધી શકે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY