મુંબઈ,તા.૨૭
મહાનાયક અમિતાભ બચ્ચન અને આમિર ખાન સ્ટારર ફિલ્મ ‘ઠગ્સ આૅફ હિંદોસ્તાન’નું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે. યશરાજ બેનરની આ ફિલ્મનું ટ્રેલર મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું જેમાં આ બંને દિગ્ગજ અભિનેતાઓ સાથે કેટરીના કૈફ અને ફાતિમા સના શેખ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન બંને સ્ટાર્સને તનુશ્રી દત્તા અને નાના પાટેકરનાં વિવાદ પર પણ પ્રશ્ન પુછવામાં આવ્યો હતો.
પ્રશ્ન પુછવા પર અમિતાભ બચ્ચને કંઇ પણ બોલવાનું યોગ્ય ના સમજ્યુ હોય તે રીતે જવાબ આપ્યો, તો આમિર ખાને આવી ઘટનાઓને દુઃખદ ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે ‘આશિક બનાયા આપને’ ફિલ્મની એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર છેડતીનો આરોપ લગાવ્યો હતો.
આ પ્રશ્નનાં જવાબમાં અમિતાભ બચ્ચને કહ્યું કે, “ના મારુ નામ તનુશ્રી દત્તા છે, ના નાના પાટેકર, તો હું તમારા પ્રશ્નનો જવાબ કેવી રીતે આપી શકું છું?”
જ્યાં અમિતાભ બચ્ચને જવાબ આપવાનું ટાળ્યું, ત્યાં આમિર ખાને કહ્યું કે, “કોઇપણ વાતની હકીકત જાણ્યા વગર મારા માટે ટિપ્પણી કરવી યોગ્ય નથી, પરંતુ જ્યારે પણ આવુ થાય છે ત્યારે દુઃખ થાય છે.” ઉલ્લેખનીય છે કે તનુશ્રી દત્તાએ ‘હોર્ન ઓકે પ્લીઝ’નાં સેટ પર થયેલી જાતીય સતામણીનો ખુલાસો તાજેતરમાં જ કર્યો છે. એક્ટ્રેસે નાના પાટેકર પર છેડતીનો આરોપ લગાવ્યો છે, સાથે જ સેટ પર પોતાના પર થયેલા હુમલાનો પણ ખુલાસો કર્યો છે.
૧૦ વર્ષ પહેલાની આ ઘટનાને યાદ કરતા તનુશ્રીએ કહ્યું હતું કે, “નાના પાટેકર વિશે દરેક જણ જાણે છે. તેમનો વ્યવહાર મહિલાઓ પ્રત્યે સારો નથી. ઇન્ડસ્ટ્રીનાં લોકો જાણે છે કે તેમણે અભિનેત્રી સાથે મારઝુડ અને છેડતી કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






