પ્રાઈવેટ કંપનીમાં કામ કરતી મહિલાઓ આનંદોઃ સરકાર ઈન્સેટિવ આપવાની તૈયારીમાં

0
8

ન્યુ દિલ્હી,તા.૧૬
સરકાર મહિલા કર્મચારીઓની હાયરિંગ અને મેટરનીટી પિરીયડ દરમિયાન તેમના રોજગારને બનાવી રાખવા માટે ઇન્સેટિવ આપવાનું વિચારી રહી છે. સરકાર આ પગલુ એવા સમયમાં ભરવા જઇ રહી છે. જ્યારે મેટરનીટી બેનીફીટ એક્ટમાં સંશોધન બાદ કંપનીઓના મહિલા કર્મચારીને છટણી કરવા અંગેના સમાચાર સામે આવ્યા હતા. આ સંશોધન દ્વારા મેટરનીટી પીરીયડને ૧૨ અઠવાડિયાથી વધારીને ૨૬ અઠવાડિયા કરવામાં આવેલ છે.
એક મોટા સરકારી અધિકારીએ જણાવ્યા અનુસાર લેબર મીનીસ્ટ્રીએ સંશોધન બાદ મેટરનીટી લીવમાં વધારવામાં આવેલ ૧૪ અઠવાડિયામાંથી સાત અઠવાડિયાની સેલેરી કંપનીને આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. આ રિઇંબર્સમેન્ટ તેવી મહિલા કર્મચારીઓ માટે હશે જેનો પગાર રૂ.૧૫૦૦૦ સુધી રાખવામાં આવશે અને તે ઓછામાં ઓછુ ૧૨ મહિનાથી ઇપીએફઓની સદસ્ય હોય. આ પોલીસીને સૌથી પહેલા દિલ્હી અને મહારાષ્ટ્રમાં લાગૂં કરવામાં આવશે.
અધિકારીએ નામ ન જણાવવાની શરત પર જણાવ્યુ કે પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજનાની જેમ જ લેબર મીનીસ્ટ્રી હવે રજાના ૨૬ અઠવાડિયા સુધી મહિલા કર્મચારીઓને બનાવી રાખવા માટે નાણાકીય પ્રોત્સાહન આપવાની યોજના બનાવી રહી છે. જે અંતર્ગત સંશોધન બાદ મેટરનીટી લીવમાં વધેલા ૧૪ અઠવાડિયામાંથી ૭ અઠવાડિયાની મહિલા કર્મચારીનો પગાર સરકાર કંપનીને આપશે. જ્યારે બાકીના સાત અઠવાડિયાનો ખર્ચ કંપનીને જ ભરવાનો રહેશે
અધિકારીના જણાવ્યા અનુસાર લેબર મીનીસ્ટ્રીની સામે એવા ઘણા બનાવ આવ્યા હતા. જેના દ્વારા માલૂમ પડ્યું કે, કેવી રીતે મેટરનીટી લીવ મહિલા કર્મચારીઓના હાયરિંગમાં ખલેલ બની રહ્યું છે. આ ફરિયાદોમાં જણાવવામાં આવ્યું હતું કે, મેટરનીટી લિવ પહેલા કંપનીઓ નાના મોટા કારણોથી મહિલા કર્મચારીઓની છટણી કરી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY