શરીફની ધરપકડનો ફાયદો પાર્ટીને થશે

0
313

પાકિસ્તાનના અલ્લામા ઇકબાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જ્યારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમની ધરપકડ કરવામાં આવી ત્યારે બંને શાંત દેખાયા હતા. લાહોર માટે ઉપડતા પહેલા જ શરીફે પોતાના સમર્થકોને કહ્યુહતુ કે જે તેમના હાથમાં હતુ તે તમામ કામ કરી ચુક્યા છે. જા તેઓ ઇચ્છા હોત તો ખુબ જ આરામની સાથે દેશની બહાર રહી શક્યા હોત. પાકિસ્તાનના કેટલાક નેતા ભુતકાળમાં આવુ કરી ચુક્યા છે. પરંતુ તેઓએ પાકિસ્તાન વાપસી માટેનો રસ્તો પસંદ કર્યો હતો. પાકિસ્તાનમાં આ મહિનામાં જ છેલ્લા સપ્તાહમાં ચૂંટણી યોજાનાર છે ત્યારે રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા છેડાઇ ગઇ છે. મોટા ભાગના નિષ્ણાંતો માની રહ્યા છે કે જે રીતે બેનેઝીર ભુટ્ટોની ઘાતકી હત્યા કરવામાં આવ્યા બાદ દેશની પ્રજાએ સહાનુભુતિ મત તેમની પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને આપ્યા હતા તેવી જ રીતે નવાઝ શરીફની પાર્ટીને પણ ફાયદો થઇ શકે છે. તેમની પાર્ટી પીએમએલ (નવાઝ)ને સીધો ફાયદો મળી શકે છે. શરીફની ધરપકડના કારણે પાર્ટીને લાભ થઇ શકે છે. ચૂંટણી પહેલા કેટલાક સર્વેના પરિણામ પણ પાકિસ્તાનમાં હાલમાં જારી કરવામાં આવ્યા છે જેમાં નવાઝ શરીફની પાર્ટીની તરફેણમાં દેખાઇ રહ્યા છે. અલબત્ત વિતેલા વર્ષોના લોકપ્રિય ક્રિકેટર અને તહેરીકે એ ઇન્સાફ પાર્ટીના નેતા ઇમરાન ખાનની પાર્ટી પણ ટક્કર આપવાની સ્થિતિમાં  છે. ઇમરાન ખાનની પાર્ટી તમામ સર્વેમાં બીજા સ્થાને દેખાઇ રહી છે. જેલ જઇને નવાઝ શરીફે સૈન્ય શાસનની સામે મક્કમતા સાથે ઉભા રહેવાનો સંદેશો આપી દીધો છે. બીજી તરફ પાકિસ્તાનની રાજનીતિમાં હમેંશા પડછાયાની જેમ રહેનાર અને દરમિયાનગીરી કરનાર પાકિસ્તાની સેના પણ આને ગંભીરતા સાથે લઇ રહી છે. નવા શરીફની ધરપકડ કરવામા ંઆવી ત્યારે સમગ્ર પાકિસ્તાનમાં તેમની પાર્ટીના સેંકડો કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. ઉમેદવારી પરત લેવા માટે દબાણ થઇ રહ્યુ હોવાના આરોપો શરીફની પાર્ટીના નેતાઓ મુકી રહ્યા છે. નવાઝ શરીફની વાપસીએ તેમની પાર્ટીમાં નવા પ્રાણ ફુંકી દીધા છે. જ્યારે પોતાના ભાષણમાં ભારતનો વિરોધ કરીને ઇમરાન ખાન પણ પાછળ રહેવા માટે ઇચ્છુક નથી. ધાર્મિક પાર્ટીઓ પણ ત્રાસવાદી સંગઠનોની સાથે સાંઠગાંઠ રાખીને મેદાનમાં છે. આ તમામે ૪૭૦ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. પાકિસ્તાનમાં ચૂટણી રક્તરંજિત બને તેવા સંકેત પણ છે. કારણ કે હાલમાં હિંસામાં ૧૪૦ના મોત થઇ ગયા છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ હાલમાં રાવલપિંડીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ધરાવતી અદીલા જેલમાં છે. વીઆઈપી અપરાધીઓને બી ક્લાસની સુવિધા જેલમાં આપવામાં આવી છે. વાયા અબુધાબીથી લાહોર વિમાની મથકે પહોંચ્યા બાદ તરત જ ધારણા પ્રમાણે જ ઇવેન ફિલ્ડ કેસમાં ૬૮ વર્ષીય નવાઝ શરીફ અને ૪૪ વર્ષીય મરિયમને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા હતા. તેમને ઇસ્લામાબાદ ખાસ વિમાનમાં લઇ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ સુરક્ષા  હેઠળ સશ† જુદી જુદી ગાડીઓમાં અદીલા જેલમાં લઇ જવામાં આવ્યા હતા.અત્રે નોંધનીય છે કે, પાકિસ્તાનમાં એકાઉન્ટબિલીટી કોર્ટે અગાઉ ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી હતી. નવાઝ શરીફને કઠોર સજા કરવાનો ચુકાદો આપવામાં આવ્યા બાદ તેમની પાર્ટીમાં ખળભળાટ મચી ગયો હતો. તેમની પુત્રી મરિયમ નવાઝ શરીફને સાત વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. કોર્ટે નવાઝ શરીફ અને તેમની પુત્રી ઉપર ક્રમશઃ ૮ મિલિયન પાઉન્ડ અને બે મિલિયન પાઉન્ડનો દંડ લાગૂ કરવામાં આવ્યો હતો. કોર્ટના જજ મોહમ્મદ બાસીરે નવાઝ શરીફના સનઇનલો કેપ્ટન (નિવૃત્ત) શફદરને પણ એક વર્ષની જેલની સજા ફટકારી હતી. એવેન્ટીફિલ્ડ ભ્રષ્ટાચારના કેસમાં ચાર વખત ચૂકાદો મોકૂફ રાખવામાં આવ્યા બાદ ચુકાદો આપવામાં આવ્યો હતો. લંડનમાં પોશ એવેન્ટફિલ્ડ હાઉસમાં ચાર ફ્લેટની માલિકી સાથે સંબંધિત કેસ રહેલો છે. જે પૈકી નવાઝ શરીફ પરિવાર સામે ચાર કેસ ચાલી રહ્યા છે. તેમની સામે રહેલા ત્રણ કેસ પૈકી એકમાં આ ચુકાદો આપવામાં આવ્યો હતો. નવાઝ શરીફ ઉપર ૧૦ વર્ષની જેલની સજા લાગૂ કરવામાં આવી હતી. આઠ મિલિયન પાઉન્ડનો દંડ કરાયો હતો. હાઇએન્ડ પ્રોપર્ટી ખરીદવાના મામલામાં નવાઝ શરીફ ફસાયા હતા. પાકિસ્તાનમાં ૨૫મી જુલાઈના દિવસે સામાન્ય ચૂંટણી યોજાનાર છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY