મુંબઈ,તા.૧૭
ટેલિવિઝનથી લઇને રૂપેરી પડદાના સ્ટાર્સ પોતાની મી ટૂ સ્ટોરી લઇને આવી રહ્યાં છે. તેવામાં હવે ડાલી બિન્દ્રાએ પણ ટ્વિટ કરીને પોતાની આપવીતી જણાવી છે. ટ્વિટમાં ડોલીએ જણાવ્યું કે તેણે ત્રણ વર્ષ પહેલાં રાધે મા અને તેના ભક્તો વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો પરંતુ કોઇ તેની મદદે ન આવ્યું.
હકીકતમાં ૨૦૧૫માં ડાલી બિન્દ્રાએ આરોપ લગાવ્યો હચો કે રાધે માએ તેને કોઇ અજાણ્યા શખ્સ સાથે શારીરિક સંબંધ બાંધવા કહ્યું હતુ. ડાલી બિન્દ્રાએ કહ્યું, ધ્યાન રહે આ મારો અંગત અનુભવ છે. સૌકોઇ તે મહિલાની વિશ્વસનીયતા પર શંકા કરી રહ્યું છે. જે મી ટી દ્વારા પોતાનો ભયાવહ અનુભવ લખી રહી છે.
ડાલી બિન્દ્રાએ વધુમાં જણાવ્યું કે, સાથે જ તેને તે સવાલ કરવામાં આવી રહ્યો છે કે તે ત્યારે કેમ ન બોલી અને હવે શા માટે અવાજ ઉઠાવી રહી છે. લોકો તે સમજવામાં અસફળ થઇ જાય છે કે કેવી રીતે યૌન શોષણનો ભાગ બનેલી મહિલા તે સમયે ડિપ્રેસ થઇ જાય છે અને મૌન ધારણ કરી લે છે.
ડાલી બિન્દ્રાએ કહ્યું કે, તે વિચારે છે કે ક્્યાંક પ્રભાવશાળી અને આર્થિક રૂપે મજબૂત લોકો વિરુદ્ધ જઇને તે પોતાની ગરિમા ન ગુમાવી બેસે. મારા કિસ્સામાં મે ફક્ત ભગવાન માનતી મહિલા વિરુદ્ધ જ અવાજ નથી ઉઠાવ્યો પરંતુ તેની વિરુદ્ધ એફઆઇઆર કરવાનું સાહસ પણ ખેડ્યુ છે પરંતુ આજ સુધી કંઇ થયું નથી.
આ મામલે મે સીએમ અને પીએમને પત્ર પણ લખ્યો. આજ સુધી મારી ફરિયાદ સાંભળવામાં નથી આવી અને દોષી આરામથી ધર્મના નામે પોલીસના સંરક્ષણમાં ગેરકાયદેસર કામ કરી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



