સાસરિમાં શૌચાલય ન હોવાથી પત્ની જતી રહી તો યુવકે આત્મહત્યા કરી

0
188

(જી.એન.એસ)ઓમાલુર,તા.૨૮
તમિલનાડુના ઓમાલુર નજીકના કોટ્ટાગોંડાપટ્ટીમાં એક યુવકે લગ્નના ત્રણ દિવસ બાદ આત્મહત્યા કરી લીધી હતી. પ્રાપ્ત થતી વિગતો અનુસાર એક યુવક લગ્ન કરીને તેની પત્નીને ઘેર લાવ્યો હતો પરંતુ સાસરિયામાં શૌચાલય ન હોવાને કારણે તેની પત્ની તેને છોડીને જતી રહી હતી આ વાતનું લાગી આવતાં યુવકે આત્મહત્યા કરી લીધી હતી. તેની લાશ ઘર નજીકના કૂવામાંથી મળી આવી હતી.
પોલીસે કÌšં કે શિવાજીના પુત્ર ચેલ્લાતુરઈ સેલ્સમેનનું કામ કરતો હતો. તેની પત્ની દિપા પણ તેની સાથે સુપરમાર્કેટમાં કામ કરી હતી. બન્નેના લવમેરેજ થયાં હતા. પ્રેમલગ્ન કરીને સાસરીયામાં આવ્યા બાદ દીપાને ખબર પડી હતી કે તેના સાસરિયામા શોચાલય નથી. બધા લોકો જાહેર શોચાલયનો ઉપયોગ કરે છે. આ વાતે દીપાનો ચેલ્લાતુરઈ સાથે ઝગડો થયો હતો. દીપાએ ચેલ્લાતુરઈ સામે એવી શરત મૂકી કે તે તેના પિયર જાય છે અને જ્યાં સુધી શોચાલય નહીં બનાવે ત્યાં સુધી પાછી નહીં આવે.
ચેલ્લાતુરઈએ દીપાને ૧૦ દિવસની અંદર શૌચાલય બનાવવાની ખાતરી આપી છતાં પણ દીપાને જીવને જંપ ન વળ્યો અને પિયર જતી રહી. ચેલ્લાતુરઈ તેજ દિવસે સાસરિયે ગયો અને દીપાને પાછી આવવા સમજાવવા લાગ્યો. પરંતુ દીપાએ પાછા આવવાની ના પાડતાં દુખી થયેલો ચેલ્લાતુરઈ ઘેર આવ્યો અને તેને આ વાતનું લાગી આવતાં તેણે કૂવામાં પડતુ મૂક્્યું હતું. આત્મહત્યા પહેલા ચેલ્લાતુરઈએ એક સ્યુસાઈડ નોટ છોડી હતી જેમાં તેણે લખ્યું કે તેના મોત માટે ખુદ જવાબદાર છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY