ઇન્સ્ટાગ્રામ પર લોકપ્રિય બની શ્રદ્ધા કપૂર, ચાહકોની સંખ્યા ૨૪ મિલિયનની થઇ

0
6

મુંબઈ,તા.૬
સોશ્યલ મિડિયા ઇન્સ્ટાગ્રામ પર એ લિસ્ટની ગણાતી અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ચાહકોની સંખ્યા વધીને ૨૪ મિલિયન થઇ હોવાના સમાચારે અભિનેત્રીને ખુશખુશાલ કરી દીધી હતી.
શ્રદ્ધાએ પોતે સોશ્યલ મિડિયા પર પોતાના ચાહકોનો આભાર માનતાં લખ્યું, મોડા સમાચાર આપવા માટે દિલગીર છું. થેંક્્યુ મારા ૨૪ મિલિયન ચાહકો. તમારા માટે મને કેટલો પ્રેમ છે એ કહેવા માટે મારી પાસે શબ્દો નથી. આય લવ યુ સો સો મચ… હું પહેલીવાર સ્પોર્ટલક્ષી ફિલ્મ કરી રહી છું. અગાઉ આ જેનરની ફિલ્મ મેં કદી કરી નહોતી.
હાલ શ્રદ્ધા ઇન્ટરનેશનલ બેડમિંગ્ટન પ્લેયર સાઇના નેહવાલની બાયો-ફિલ્મ કરી રહી છે. આ પહેલાં એણે બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મ પૂરી કરી હતી અને બાહુબલિ ફેમ પ્રભાસ સાથે સાહો ફિલ્મ કરી રહી હતી.
બોક્સ આૅફિસ પર જા કે આલિયા ભટ્ટ ટોચ પર છે. સોશ્યલ મિડિયામાં શ્રદ્ધાએ આલિયાને હંફાવી હતી. જા કે બંનેના ચાહકોના આંકડામાં બહુ મોટો ફરક નથી. શ્રદ્ધાના ૨૪ મિલિયન સામે આલિયાના ૨૩.૯ મિલિયન ચાહકો છે. શ્રદ્ધાની છેલ્લી ફિલ્મ હોરર કોમેડી સ્ત્રીએ બોક્સ આૅફિસ પર સારી જમાવટ કરી હતી અને ૧૦૦ કરોડનો ેઆંક વટાવી ગઇ હતી એટલે શ્રદ્ધાના આત્મવિશ્વાસમાં સારો એવો વધારો થયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY