અબડાસા :શ્રી અબડાસા મેઘવંશી મારૂં યુવા સમાજ ટ્રસ્ટ દ્વારા અબડાસા મધ્યે સાવિત્રીબાઈ ફૂલે વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો હતો.




અબડાશા તાલુકા પંચાયતના પ્રમુખ અજબાઈ માલજીભાઈ ગોરડીયા તથા મહાનુભાવોના હસ્તે માં સાવિત્રીબાઈ ફૂલે ડૉ.આંબેડકરની પ્રતિમાને વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ગઢવાડા અને કનપૂરની બાળા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતો. આ ટ્રસ્ટના પ્રમુખ પુરુષોત્તમ ગોરડીયાએ પધારેલા મહેમાનોને આવકાર્યા હતા અને પ્રાસંગિક ઉદબોદન સહખજાનચી મહેન્દ્ર બુચિયા આપ્યું હતું. અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ અજબાઈ માલશીભાઈ ગોરડીયા અબડાસા મેઘવંશી યુવા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રશિષ્ટ પત્ર તથા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ડો.કીર્તિ સીજુ, પી.આઈ. પી.વી.પરગડુ તથા સમાજના સરકારી કર્મચારીઓનું સન્માનિત કરવામાં આવ્યું હતું. સમાજના ધો.૮ થી કોલેજ સુધીના તથા ડિગ્રી મેળવનાર ૨૮૦ વિધાર્થીઓને સન્માન કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓને સન્માનની સાથોસાથ પ્રોત્સાહન આપવા માટે કોલેજ બેગ, સ્કૂલ પેડ, ઈંગ્લીશ ડીશનરી, કંપાસ, નોટબુક, બોલપેન તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતા. શ્રી અબડાસા મેઘવંશી મારૂં સમાજ ટ્રસ્ટ દ્વારા મોબાઈલ એપનું લોન્ચ કરવામાં આવ્યું છે. આ એપમાં સમાજની સંપૂર્ણ માહિતી એકત્રિત છે, જે લિંક દ્વારા ડાઉનલોડ કરી મેળવી શકાય છે તેની સંપૂર્ણ માહિતી રમેશ કુંવટે આપી હતી. આ પ્રસંગે મહેન્દ્ર ભાઈ સીજુ પ્રોફેસરે પ્રવચન આપતાં જણાવ્યું હતું કે I.A.S, I.P.S બને તે માટે સલાહ આપી હતી અને જેન્તીભાઇ સીજુએ શિક્ષણ પર ભાર મૂક્યો હતો. શ્રી અબડાસા મેઘવંશી મારૂ યુવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ પુરુષોત્તમ ગોરડીયાએ સર્વ મહેમાનો વડીલો તથા દાતાઓનું ખુબ ખુબ આભાર માન્યો હતો.


ગૌતમ બુચિયા 9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





