ડરાવી ધમકાવી બે જણા છોકરી પાસેથી રૂ.૧૫ હજાર પડાવી ગયા
સુરત, તા.૩
પરવત પાટીયા અભિલાષા હાઈટમાં આવેલ સ્પામાં ઘુસી વીડિયો રેકોર્ડિંગ કરી સ્પામાં કામ કરતી છોકરીઅોને બદનામ કરવાની ધમકી આપી રૂપિયા ૧૫૦૦૦ પડાવી લેનાર બે ચીટર સામે પોલીસ ફરિયાદ નોîધાઈ હતી.
પુણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ડીંડોલી અભિનવ હાઈટ્સમાં રહેતાં અજયગીરી અશોકગીરી મેઘનાથીની પરવત પાટીયા અભિલાષા હાઈટ્સમાં સ્પા આવેલુ છે. આ સ્પામાં આરોપી હર્ષ નરેન્દ્રભાઈ સોની રહે. બી.કે. હોમ્સ, અમરોલી, જયેશ વલ્લભ ભાલાળા રહે. ભક્તિધારા સાયણએ ઘુસી જઈ વીડિયો રેકોર્ડિંગ કરીને સ્પામાં કામ કરતી છોકરીઅોને બદનામ કરવાની ધમકી આપી રૂપિયા ૧૫૦૦૦ પડાવીને નાસી ગયા હતા. પુણા પોલીસે ફરિયાદ નોંધી પોસઈ આર.એચ. મારૂએ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



