વાશિંગ્ટન,તા.૨૧
અમેરિકાએ કરેલા બે હવાઇ હુમલામાં સોમાલિયાના ૩૭ આતંકવાદીઓ માર્યા ગયા છે. યુ.એસ આર્મીએ દાવો કરતા જણાવ્યું કે પ્રથમ હવાઇ હુમલામાં ૨૭ આતંકવાદીઓના મોત થયા હતા અને બીજા હુમલા દરમિયાન અન્ય ૧૦ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતાં.
અમેરિકા મુજબ આ હુમલાઓ સોમાલિયામાં આતંકી સંગઠનોની તાકાત તોડવા માટે કરવામાં આવ્યા હતા, અમેરિકા મુજબ સોમાલિયાનું અલ-કાયદા સાથે જાડાયેલું અલ-શબાબ આતંકી સંગઠન ભવિષ્યમાં આતંકી હુમલાઓ કરી શકે એમ હતું, જેથી તેના પર અંકુશ મેળવવા માટે હવાઇ હુમલાઓ કરવામાં આવ્યા હતા. અમેરિકા મુજબ આ હવાઇ હુમલાઓ સોમાલિયાની સરકારને વિશ્વાસમાં લઇને કરવામાં આવ્યા હતા.
અમેરિકાએ એ પણ દાવો કર્યો હતો કે, બે હવાઈ હુમલા દરમિયાન કોઈ પણ નાગરિકનું મોત નીપજ્યું નથી. અમેરિકાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, તે સોમાલિયા અને AMISOMદળોને ટેકો આપવા તથા તેમને રક્ષણ આપવા આતંકવાદીઓને સોમાલિયામાંથી ખદેડવા માટે તે પ્રતિબદ્ધ છે.
અમેરિકાના રિપોર્ટ મુજબ અલ-શબાબ આતંકી સંગઠન હુમલાઓનું કાવતરું ઘડવા અને તેને પાર પાડવા, માનવતાવાદી સહાયને નુકસાન પહોંચાડવા, સોમાલિયામાં સ્થાનિક આતંકવાદીઓની પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પૂરું પાડવા અને આતંકવાદીઓને આશ્રય આપવા માટે દક્ષિણ અને મધ્ય સોમાલિયાના ભાગોનો ઉપયોગ કરી રહ્યું છે. આ પહેલા ૧૬ આૅક્ટોબરે સેન્ટ્રલ સોમાલિયામાં આજ પ્રકારના હવાઇ હુમાલાઓમાં ૬૦ આતંકી માર્યા ગયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





