પેટ્રોલમાં ૪૧ પૈસા અને ડિઝલમાં ૩૦ પૈસાનો ઘટાડો

0
4

ન્યુ દિલ્હી,તા.૨૨
પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી ઘટાડો જાવા મળ્યો છે. સતત છઠ્ઠા દિવસે ઘટાડો બુધવારે અટકી ગયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા કારોબારી સત્રમાં કાચા તેલની કિંમતોમાં ઙાકે ઘટાડો નોંધાયો છે. આ વાતની પ્રબળ શક્યતા છે કે આગળ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભારે રાહત મળશે.
ગુરૂવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિમતમાં ૪૧ પૈસા ઘટતા ૭૫.૯૭ રૂપિયા પ્રતી લીટર કિંમત થઈ હતી. ડીઝલમાં ૩૦ પૈસાના ઘટાડા સાથે ડીઝલની કિંમત ૭૦.૯૭ રૂપિયા પ્રતી લીટર થઈ હતી. મુંબઈમાં આજે ૪૦ પૈસાના ઘટાડા સાથે પેટ્રોલની કિંમત ૮૧.૫૦ થઈ છે તો ડીઝલમાં ૩૨ પૈસાના ઘટાડા સાથે ડીઝલની કિંમત ૭૪.૩૪ રૂપિયા પ્રતી લીટર થઈ હતી.
છેલ્લા દોઢ મહીનાથી બ્રેટ ક્રૂડના ભાવ ૨૩ ડાલર પ્રતીબેરલથી વધારે ઘટ્યું છે. કાચાતેલની કિંમતમાં મંગળવારે ૬ ટકાનો ઘટાડો નોંધાતા કિંમત ઘટી હતી જા કે ગયા સત્રમાં ગિરાવટ પછી બુધવારે કાચા ઇંધણની કિંમતમાં રિકવરી જાવા મળી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY