જ્યારે શાહિદે સોનમને પૂછ્યું ક્યારે મળી રહી છે ખુશખબરી?

0
7

મુંબઈ,તા.૮
બોલીવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરાએ બુધવારે એક પૂત્રને જન્મ આપ્યો તે તેમનું બીજુ બાળક છે. આ પહેલા આ કપલને મીશા કપૂર નામની એક ૨ વર્ષની દિકરી પણ છે. શાહીદ અને મીરાના ઘરે બીજી વખત પારણુ બન્ધાયા બાદ તેમના ફેન્સ અને શુભચિંતકોએ તેમને શુભકામનાઓ પણ આપી હતી. સોનમ કપૂરે પણ ટ્‌વીટ દ્વારા તેમને શુભકામનાઓ આપી હતી.
સોનમે પોતાના ટ્‌વીટમાં લખ્યું, ‘પરિવારમાં જોડાયેલા એક નવા સદસ્ય માટે શુભકામનાઓ શાહિદ અને મીરા હવે ક્યૂટ મીરાની સાથે રમવા માટે એક ભાઈ મળી ગયો.’ સોનમના આ ટ્‌વીટ પર જવાબમાં શાહિદે લખ્યુ, ‘તે ક્યારે ખૂશખબર આપવા જઈ રહી છે? આભાર સોનમ. લોટ્‌સ ઓફ લવ’ જોકે હજૂ સુધી શાહિદના આ ટ્‌વીટ પર સોનમે કોઈ જવાબ આપ્યો નથી.
સોનમ કપૂર અને આનંદ આહૂજાની તરફથી હજી સુધી કોઈ ખુશખબરી આવી નથી અને ફેસ આ કપલ તરફથી મળનારી ખૂશખબરને લઈને ખૂબ ઉત્સાહિત છે. શાહિદ કપૂરે પોતાના પૂત્રનું નામ જૈન કપૂર રાખ્યું છે. તેણે ટ્‌વીટ કરીને ફેન્સને પોતાના બાળકનું નામ જણાવ્યું હતું. તેણે લખ્યું હતું કે, ‘જૈન કપૂર અહીં આવી ગયો છે હવે પરિવાર પૂરો છે. બધાને અભિનંદન અને આશીર્વાદ માટે આભાર. અમે ખૂશ છીએ. બધાને પ્રેમ.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY