છડી રે છડી… કૈસે મંત્રી કે ગળે મે પડી..!!

0
27

ફિલ્મ મોસમમાં એક પ્રખ્યાત ગીત “છડી” (ટેકણ લાકડી) પર બન્યું છે જેમાં સંજીવ કપૂરે હાથમાં છડી લઈને “છડી રે છડી કૈસે ગળે મે પડી, પૈરો કી બેડી કભી લગે હથકડી” ગીત ગયું છે… ભાજપા સરકારના મંત્રીશ્રી ગિરીરાજસિંહે આ છડીની યાદ અપાવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પવિત્ર કૈલાશ માનસરોવરની યાત્રા પર છે. હિન્દુઓનું આ પવિત્ર સ્થળ ચીનની સરહદ અંદર છે. તેને ચીનમાંથી મુક્ત કરાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદે કેટલાય ઠરાવો પસાર કરી ભારત સરકારને મોકલ્યા અને ભારત સરકારે ચીન સમક્ષ હિન્દુ સમાજ માટે આ મુદ્દો ઉઠાવ્યો એ તો ચીનના વડાને જ ગળે લગાવવા વાળા જ જાણે રાહુલ ભાજપા માટે કેટલા અગત્યના છે એ ભાજપાના નેતાઓ જાહેરમાં નથી કહેતા પણ રાહુલની દરેક ગતિવિધિ પર ભાજપાની નજર ચોંટેલી છે. એ બાબત કેન્દ્રીય મંત્રીશ્રી ગિરીરાજસિંહે સાબિત કરી દીધું. રાહુલની યાત્રાનાં કેટલાક ફોટાઓ કોંગ્રેસે શેર કર્યા. એક ફોટામાં રાહુલ છડી સાથે ઉભેલા નજરે પડ્યા. ફોટામાં રાહુલનો પડછાયો જોવા મળી રહ્યો છે. પરંતુ નકામી છડીનો પડછાયો મંત્રીશ્રીની નજરમાં ન આવ્યો. તેમણે તુરંત કહી દીધું કે રાહુલ યાત્રા પર ગયા જ નથી. શેર કરેલ ફોટો કોમ્પુટરની ફોટોશોપની કમાલ છે…
રાહુલ યાત્રા પર ગયા જ નથી તેઓ નેપાળનાં પડોશમાં અહી તહી ફરી રહ્યા હતા… આવું નિવેદન જો પછીથી કોઈ સરકારી ચેનલની ડેબીટમાં સંબિત પાત્રા ગુજરાતનો મશહૂર નાસ્તો ખમણ-પતરા ખાઈને કહેતો તેનો કોઈ વિરોધ ના થાય.સંબીતજી તો બિચારા ચીઠી નાચાકર છે. જે સ્ક્રીપ્ટ તેમને મળે છે તે મુજબ બોલવાનું હોઈ છે. રાહુલ ગંદી નાળીના કીડા છે…… એવું નિવેદન પણ ભાજપાના કોઈ નેતાજીએ આપ્યું… અરે ભાઈ જે નાળીનાં કીડા છે, જે ફોટોશોપથી હજુ રમી રહ્યા છે. તેનો પીછો કરવાની શું જરૂર છે..?? જે હજુ નાદાન છે, રાજનીતિની સંપૂર્ણ જાણ નથી તેને જવાબ આપવા માટે મંત્રીઓ અને પ્રવક્તાઓની ફોજ શા માટે લગાવવામાં આવે છે..?? તેનો તો અર્થ છે તેઓ રાહુલને એક બાહુબલી યોદ્ધા માની રહ્યા છે, પણ આવો સ્વીકાર કરવાથી તેઓ દુર રહે છે.
એ ઈતિહાસ અત્યારે તાજા છે. ગુજરાતના એક સમયના સીએમ અને હાલના પીએમ અંગે પણ અવાર નવાર આવી જ વાતો ફેલાવવામાં આવતી હતી. તે તમામ બાબતનો રાજકીય ફાયદો મોદીજીને જ મળ્યો અને તેઓ દિલ્હીની ગાદી પર બિરાજમાન છે. કોંગ્રેસના નેતાઓએ જે ભુલો તે સમયમાં કરી હતી તેવી જ ભુલો ભાજપાના નેતાઓ અને પ્રધાનો દ્વારા કરવામાં આવી રહી છે. જેનો રાજકીય ફાયદો કોને-ક્યારે મળશે એ કહેવું જરૂરી નથી. અગર કોઈ પવિત્ર યાત્રા કરીને હિન્દુ બની રહ્યા છે તો હિન્દુઓની પાર્ટીએ તેમનું સ્વાગત કરવું જાઈએ. રાહુલની છડી મંત્રીજી કે ગલેમેં પડી રે પડી…. રાહુલને છોડો ભારતમાં બીજા પણ કામ છે. રાહુલની છડીનો પડછાયો જોવા સિવાયનો….
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY