દ.આફ્રિકામાં દારૂ પીતા યુવક સાથે મારામારી,ચપ્પુ આંખના હાડકામાં ફસાયુ

0
1

જોહાનિસબર્ગ,તા.૨૫
ઘણી વખત લોકો મામૂલી દુર્ઘટનામાં લોકો જીવ ગુમાવી દેતા હોય છે અને ઘણી વખત મોટી પ્રાણઘાતક દુર્ઘટનાથી પણ લોકોનો જીવ બચી જાય છે. છેલ્લા કેટલાંક વર્ષોંમાં આવા અનોખા કેસ સામે આવ્યાં છે. જ્યારે તિવ્ર અને તીક્ષ્ણ હથિયારથી ઘાયલ થયા બાદ લોકોનો જીવ બચી જાય છે. આ પ્રકારની એક ઘટના ઈન્ટરનેટ પર ચર્ચિત થઈ રહી છે.
ખરેખર, દક્ષિણ આફ્રિકામાં રહેતા ૨૫ વર્ષીય કિશોરની પોતાના મિત્રોની સાથે દારૂ પીતા વખતે મારામારી થઈ હતી. મિત્રએ તેને ચપ્પુ મારી દીધુ. ચપ્પુ તેની ડાબી આંખની નીચે ઘુસી ગયું અને ચપ્પુનો હાથો તૂટી ગયો હતો. ચપ્પુ ચહેરાના હાડકામાં ફસાઈ ગયુ હતું. પરંતુ તે નિકળ્યુ ન હતું. યુવકને ખબર નહોતી કે ચપ્પુ હજી સુધી તેની આંખની નીચે ફસાઈ ગયુ હતું. તબીબોને બતાવ્યા બાદ તેમણે કહ્યું કે તેના માથામાં દુખાવો થઈ રહ્યો છે અને તેની ડાબી આંખ હલતી નથી.
જોકે, ઈજાની પ્રકૃતિને જાઈને કાન, નાક અને ગળાના વિશેષજ્ઞોને બોલાવવામાં આવ્યા હતાં. તબીબોએ યુવકની ઈજાની જગ્યાનો એક્સરે કરાવ્યો તો તબીબોના હોશ ઉડી ગયા. તબીબોને જોવા મળ્યું કે ચપ્પુ હજી યુવકના ચહેરામાં ફસાયેલુ છે. તેમણે સર્જરી કરી યુવકના ચહેરા પરથી ચપ્પુ કાઢી લીધું. આ દરમ્યાન બ્લડ ક્ષતિગ્રસ્ત થયુ નહીં. બે દિવસ બાદ યુવકને ઘર જવાની મંજૂરી આપવામા આવી. યુવકનું કહેવુ છે કે તે ભાગ્યશાળી છે કે આ બધુ થયા બાદ તેને કોઈ ગંભીર નુકસાન થયુ નથી અને તેનો જીવ પણ બચી ગયો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY