હોલીવુડે બનાવી મુંબઈ હુમલા પર ફિલ્મ પણ જાણી જોઈને કરી ગંભીર ભૂલ!!

0
9

મુંબઈ,તા.૧૦
દેશની આર્થીક રાજધાની ગણાતા મુંબઈ પર ૨૬ નવેમ્બરે ૨૦૦૮માં હુમલાને દેશ ક્યારેય ભૂલી નહી શકે. આ હુમલાને ભારતમાં અંજામ પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ આપ્યો હતો. આ હુમલાને ૧૦ વર્ષ થઈ ગયા છે. હોલીવુડમાં એક ફિલ્મ બનાવવામાં આવી છે જેની ખુબજ નીંદા કરવામાં આવી રહી છે. ધ ફર્સ્ટ મેજર વેસ્ટર્ન મોશન પિક્ચરની ફિલ્મ ‘હોટલ મુંબઈ’માં મુંબઈ પરનો હુમલો દર્શાવવામાં આવ્યો છે. સમગ્ર ફિલ્મમાં ક્યાંય પણ આ હુમલાને અંજામ આપનાર પાકિસ્તાનનો ઉલ્લેખ નથી કરાયો. આ જ કારણે દુનિયાભરમાં આ ફિલ્મની આકરી ટીકા થઈ રહી છે.
‘હોટલ મુંબઈ’ને શુક્રવારે ટોરંટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રથમવાર બતાવવામાં આવી. આ ફિલ્મમાં ન પાકિસ્તાન કે ન લશ્કર એ તૌયબાનો ક્યાંય ઉલ્લેખ છે. આ ફિલ્મમાં દેવ પટેલ અને અનુપમ ખેર મુખ્ય ભૂમિકામાં નજર આવે છે.
પત્રકાર પરિષદમાં જ્યારે સવાલ પુછાયો કે ફિલ્મમાં કેમ પાકિસ્તાનનો ઉલ્લેખ નથી તો ફિલ્મની ટીમે જવાબ આપવાનું ટાળ્યુ હતુ. આ ફિલ્મમાં પાકિસ્તાનને ક્યાંય ન દર્શાવતા દુનિયાભરમાં આલોચનાનો શિકાર થઈ છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY