દેશની સંસદમાંથી ગુનેગારોને દૂર કરવાનો સમય પાકી ગયોઃ સુપ્રીમ કોટ

0
21

ન્યુ દિલ્હી,તા.૨૫
દાગી ઉમેદવારોના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની દાદ માગતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે દાગી નેતાઓ દ્વારા ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે ચાર્જશીટના આધારે લોકપ્રતિનિધિઓ પર ચૂંટણી લડવા માટે કોઇ રોક લગાવી શકાય નહીં કે કોઇ કાર્યવાહી કરી શકાય નહીં. હવે સમય પાકી ગયો છે કે, દેશની સંસંદમાંથી ગુનેગારોને દૂર કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનો અર્થ એ થયો કે દાગી નેતાઓ ચૂંટણી લડી શકશે. જાકે સુપ્રીમ કોર્ટે સંસદને જણાવ્યું છે કે આવા લોકોના સંસદમાં પ્રવેશને રોકવા માટે સંસદે એક કાયદો ઘડવો જાઇએ.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એવું પણ જણાવ્યું છે કે સામાન્ય જનતાને પોતાના નેતાઓ અંગે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. દરેક નેતાએ પોતાના ક્રિમિનલ રેકોર્ડની ચૂંટણી લડતાં પહેલાં ચૂંટણીપંચને માહિતી આપવી જાઇએ. આ ઉપરાંત તમામ પક્ષોએ પોતાના ઉમેદવારોની માહિતી પોતાની વેબસાઇટ પર પોસ્ટ કરવી પડશે. તમામ ઉમેદવારોએ ત્રણ વખત પ્રિન્ટ મીડિયા અને એક વખત ઇલેકટ્રોનિક મીડિયામાં પોતાના રેકોર્ડની જાણકારી આપવી પડશે.
આમ આ વિવાદાસ્પદ કેસમાં સુપ્રીમ કોર્ટે લોકતંત્રમાં સંસદની કાયદો બનાવવાની સ્વતંત્રતાનો સ્વીકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે સંસદ-વિધાનસભાના કાર્યક્ષેત્રમાં અતિક્રમણ કરીને દાગી નેતાઓને ચૂંટણી લડવાથી પ્રતિબંધિત કરવાની લક્ષ્મણ રેખા ઓળંગી શકે નહીં.
આ કેસમાં અરજદારે કોર્ટને એવી અપીલ કરી હતી કે જેમની સામે આરોપો ઘડાઇ ચૂકયા છે અને પાંચ વર્ષ કે તેથી વધુ સજાની જાગવાઇ હોય તો તેમના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવે. સુપ્રીમ કોર્ટના પાંચ જજની બંધારણીય બેન્ચે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
હાલ સાંસદો, ધારાસભ્યો પર લોકપ્રતિનિધિત્વ ધારા હેઠળ કોઇ ક્રિમિનલ કેસમાં અપરાધી પુરવાર થયા બાદ જ ચૂંટણી લડવા પર પ્રતિબંધ આવે છે. આ કેસની સુનાવણી દરમિયાન એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કેન્દ્ર સરકાર વતી હાજર રહીને જણાવ્યું હતું કે કાયદો ઘડવાની બાબત સંસદના અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે અને તેથી સુપ્રીમ કોર્ટે તેમાં દખલ કરવી જાઇએ નહીં.
વેણુગોપાલે જણાવ્યું હતું કે અદાલતનો ઇરાદો પ્રશંસનીય છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું અદાલત આ કામગીરી કરી શકે? મારી દ્દષ્ટિયએ અદાલત આવું કરી શકે નહીં. તેમણે જણાવ્યું હતું કે બંધારણ એવું કહે છે કે જ્યાં સુધી કોઇ પણ વ્યકિત નિર્દોષ હોય ત્યાં સુધી તેને અપરાધી ગણાવી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે શું ચૂંટણીપંચ એવી વ્યવસ્થા કરી શકે કે જે લોકો ક્રિમિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા હોય તેમના અંગેની વિગતો જાહેર કરવામાં આવે વેણુગોપાલે આ અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે જ્યાં સુધી સજા થાય તે પહેલાં ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાનો સવાલ છે. કોઇ પણ વ્યકિત જ્યાં સુધી કોર્ટ તેને સજા આપે નહીં ત્યાં સુધી નિર્દોષ જ માનવામાં આવે છે અને બંધારણીય જાગવાઇ પણ આમ જ કહે છે.
અરજદાર અશ્વિન ઉપાધ્યાયના વકીલે જણાવ્યું હતું કે ર૦૧૪માં ૩૪ ટકા સાંસદો એવા હતા કે જેમની સામે ક્રિમિનલ કેસ હોવા છતાં તેઓ સંસદમાં પહોંચી ગયા છે. શું કાનૂન તોડનાર કાનૂન ઘડી શકે? સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેન્ચે આ કેસ ૮ માર્ચ ર૦૧૬ના રોજ પાંચ જજની બંધારણીય બેન્ચને રિફર કર્યો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY