માલે,તા.૨૨
માલદીવના વર્તમાન રાષ્ટ્રપતિ અબ્દુલા યામીન અબ્દુલ ગયૂન રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રક્રિયાને પડકારતા કેસમાં હારી ગયા છે. જેની સાથે સુપ્રિમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામને સત્તાવાર માન્યતા આપવામાં આવી છે. અબ્દુલા યામીને પોતાની અરજીમાં રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચ દ્વારા મતપત્રો સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમના આરોપ મુજબ મતપત્રોમાં થોડા સમય પછી અદ્રશ્ય થઇ જતી સહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમનું નામ મતપત્રો પરથી નષ્ટ થઇ ગયું હતું.
અબ્દુલા યામીનની અરજી પર રવિવારે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના પાંચ જજાની બેન્ચે નિર્ણય આપ્યો હતો કે રાષ્ટ્રપતિ યામીન મતપત્રો સાથે છેડછાડ કરવાના આરોપો સામે પૂરાવા આપવામાં નિષ્ફળ રહ્યા હતા. નોંધનીય છે કે ૨૩ સપ્ટેબરે યોજાયેલ ચૂંટણીમાં યામીન તેમના પ્રતિદ્વંદ્વી ઇબ્રાહિમ મોહમદ સોલિહથી ૧૬ ટકા વોટથી હારી ગયા હતા. આ પરિણામને સંયુક્ત રાષ્ટÙ સહિત ભારત, ચીન અને યુરોપીય સંઘે આવકાર્યો હતો.
પરિણામો જાહેર થતા યામીને પોતાની હારનો સ્વીકાર કર્યો હતો પરંતુ પાછળથી તેમણે ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે મતદાન પત્રો સાથે છેડછાડ કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. સુનાવણી બાદ વિપક્ષ પાર્ટીએ કોર્ટના નિર્ણયને ધામધૂમથી આવકાર્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ પછી સોલિહનું રાષ્ટ્રપતિ બનવા સામેના વિરોધનો અંત આવ્યો હતો. સૂત્રો મુજબ યામીન ૧૭ નવેમ્બરે માલદીવના નવા રાષ્ટÙપતિ તરીકે કાર્યભાર સંભાળશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






