ફાયર બ્રિગેડે ભારે જહેમતે યુવકને સુરક્ષીત નીચે ઉતાર્યો
સુરત, તા.૭
આજે બપોરે સવા બાર વાગ્યાના સુમારે વેડરોડ વાળીનાથ ચોક ખાતે લાઈટના થાંભલા ઉપર એક અજાણ્યો અસ્થિર મગજનો યુવાન ચડી જતા સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.ય
બનાવની જાણ થતા જ કતારગામ ફાયર સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દો જઈ થંભલા ઉપર ચડેલ યુવાનને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. થાંભલા ઉપર ચડેલ યુવાનને જોવા માટે રસ્તા ઉપર ટ્રાફિક જામ સર્જાતા પોલીસે બોલાવવાની ફરજ પડી હતી. ફાયર સ્ટાફે ભારે જહેમત બાદ થાંભલા ઉપરથી અસ્થિર મગજના યુવાનને સુરક્ષીત નીચે ઉતારીને પોલીસને કબજો સોપ્યો હતો. પોલીસે ૧૦૮ દ્વારા યુવાનને હોસ્પિટલમાં પહોચાડવાની કામગીરી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



