ઉધનામાં યુવકને માર મારી સોનાની ચેઈન અને કિંમતી મોબાઈલની લૂંટ

0
9

એક્ટિવા કિંમતી મોબાઈલની લૂંટ
એક્ટિવા સવાર યુવક પર ત્રણ જણાએ હુમલો કરી લૂંટી લીધો
સુરત, તા. ૧૮
ઉધના સુમન હાઈસ્કૂલના ગેટ પાસે વિજયા નગર-૧ પાસે એક યુવકને માર-મારી મોટર સાઈકલ પર આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ તેમના ગળામાંથી સોનની ચેઈનની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હોવાનો બનાવ ઉધના પોલીસ મથકે નોધાયો હતો. પોલીસે લૂંટનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉધના હરીનગર-અંબિકા નગïર પ્લોટ નંબર-૫૫માં રાકેશભાઈ સુધાકરભાઈ ગુરૂડ રહે છે. ગતરોજ ઉધના વિજયાનગર સુમન હાઈસ્કૂલ પાસેથી તેઓ પસાર થતા હતા ત્યારે મોટર સાઈકલ પર આવેલા ત્રણ અજાણ્યો ઈસમો એક્ટિવા ચાલક ને માર-મારી ગળામાંથી પહેરેલી ૧૦ ગ્રામ સોનાની ચેઈન કિંમત રૂ. ૨૦ હજાર તથા એપલ કંપનીનો મોબાઈલ ફોન મળી કુલ્લે ૨૫ હજારના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. રાકેશ પોતાના મોબાઈલ પર મેસેજ જાતો હતો ત્યારે બાઈક ચાલકો ત્યાં આવી તુ પેલી બબાલમાં શું કરતો હતો તેમ જણાવી તેની સાથે ઝઘડો કર્યો હતો. પોલીસે લૂંટનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY