પ્રતિષ્ઠીત સુરત પિપલ્સ બેંકનો બિઝનેસ રૂ.૭૧૩૮ કરોડે પહોંચ્યો

0
8

એક વર્ષમાં થાપણોમાં ૫૩૦ કરોડ અને ધિરાણમાં રૂ.૩૧૮ કરોડની વૃદ્ધિ
સુરત, તા.૩
દક્ષિણ ગુજરાતની પ્રથમ ક્રમાંકિત મલ્ટી સ્ટેટ શિડ્યુલ બેંક અને સદ્ધરતાની દૃષ્ટિએ ગુજરાતની પ્રથમ પંક્તિની બેંક ધી સુરત પીપલ્સ કો.ઓપ.બેંક લિ.એ તા.૩૧મી માર્ચના રોજ પુરા થતાં વર્ષમાં રૂ.૭૧૩૮ કરોડનો ઐતિહાસિક બિઝનેસ હાંસિલ કર્યો છે. બેંકના પ્રમુખ આશિત ગાંધીએ જણાવ્યું કે, આ વર્ષે બેંકની થાપણોમાં રૂ.૫૩૦ કરોડ અને ધિરાણમાં રૂ.૩૧૮ કરોડનો વધારો મળી કુલ બિઝનેશમાં રૂ.૮૪૮ કરોડનો ધ્યાનાકર્ષક ઉમેરો થયો છે. બેંક ગ્રાહકો માટે મોબાઈલ બેન્કિંગની સુવિધા ઉપલબ્ધ કરી છે. જેના થકી છેલ્લા વર્ષમાં કુલ રૂ.૫૮૬૦  કરોડથી વધુના વ્યવહારો થયા છે. ઐતિહાસિક પ્રગતિ બદલ સભાસદો, ગ્રાહકો અને કર્મચારી ગણનો આભાર માન્યો હતો.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY