વ્યારામાં ચૂંટણી ફરજ પરના પોલીસ કર્મીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન

0
6

ચૂંટણી તંત્રએ ટપાલ મતપત્રકની વ્યવસ્થા કરી
વ્યારા, તા.૧૬

આગામી તા. ૨૩મી, એપ્રિલે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯નું મતદાન થનાર છે. ૨૩-બારડોલી સંસદીય બેઠકની ચૂંટણી પણ આગામી તા. ૨૩મી, એપ્રિલે યોજાનાર છે. ૨૩-બારડોલી લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય એ માટે તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ટપાલ મતપત્ર મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
જેને અનુલક્ષીને આગામી તા. ૨૩મી, એપ્રિલના રોજ યોજાનારી ૨૩-બારડોલી સંસદીય બેઠકની ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીસના અધિકારી/કર્મચારીઓ, જી.આર.ડીના જવાનો, હોમગાર્ડસના જવાનો માટે આજે પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ માટે ૧૭૧-વ્યારા વિધાનસભા મતવિભાગના પોલીસકર્મીઓ માટે મીટીંગ હોલ, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, વ્યારા તથા ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારના પોલીસકર્મીઓ માટે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સોનગઢ અને મામલતદાર કચેરીનો મીટીંગ હોલ, નિઝર ખાતે સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી ટપાલ મતપત્રથી મતદાન કરવામાં આવ્યું હતું.
આ માટે તાપી જિલ્લામાં ઉપરોકત ત્રણે ત્રણ સ્થળોએ મતદાન કુટિર બનાવી વિધાનસભા વિસ્તાર મુજબ બેલેટ પેપર ઇસ્યુ કરીને મતદાન કરવામાં આવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY